Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૯૮ ટકા વેકસીનેશન પૂર્ણ

દિવાળી સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર કટિબધ્ધ: હિતેશભાઈ બારોટ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, દેશ અને રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો ઓછો થયો છે. એઈમ્સના ડાયરેકટરે પણ ત્રીજી લહેરની શક્યતા ઓછી હોવાના નિર્દેશ કર્યા છે કોરોનાના ઘટતા જુના કેસ અને ત્રીજી લહેરની ઓછી થતી સંભાવના માટે વેકસીનેશન મુખ્ય પરિબળ છે.

રાજય અને અમદાવાદ શહેરમાં ખુબજ મોટાપ્રમાણમાં રસીકરણ થઈ રહયુ છે. અમદાવાદ શહેરમાં ૯૮ ટકા વેકસીનેશન પૂર્ણ થયુ છે જેના કારણે કોરોનાના કેસમાં અસામાન્ય ઘટાડો થયો છે.

સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના રસીકરણ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. શહેરમાં ૧૮ કે તેથી વધુ વયના ૪૬૩૮૪૩૨ નાગરીકોને વેકસીન આપવાની થાય છે જેની સામે ૦૯ સપ્ટેમ્બર સુધી ૪૫૪૬૭૪૫ નાગરીકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે જયારે પ્રથમ ડોઝ લીધો હોય તે પૈકી ૨૨૮૫૭૬૯ નાગરીકોએ બંને ડોઝ લીધા છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદમાં કોરોના વેકસીનના કુલ ૬૮૩૨૫૧૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૩૮૯૬૯૫૧ પુરૂષો અને ર૯૩૪૪ર૭ સ્ત્રીઓએ વેકસીનના ડોઝ લીધા છે. શહેરના ૬૮ લાખ વેકસીન ડોઝ પૈકી ૬૩.૪૩ લાખ ડોઝ કોવિશિલ્ડના આપવામાં આવ્યા છે.

વયજુથ મુજબ જાેવામાં આવે તો ૧૮ થી ૪૪ વયજુથમાં ૪ર૪૯૧૬૬, ૪પ થી ૬૦ વય જુથમાં ૧૬ર૬૬૦પ તથા ૬૦ કે તેથી વધુ વયના ૯,પ૬૭૪૩ નાગરીકોએ કોરોના વેકસીન લીધી છે. શહેરમાં ર૬પ સાઈટ પર વેકસીન આપવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશનની ટાગોર હોલ સાઈટ ખાતે ૧,ર૮,૯,૧૦, પંડિત દિનદયાળ ઉપાધ્યાય સાઈટ પર ૯૬૮૪૬ તથા મંગલપાંડે હોલ સાઈટ ખાતે ૮૧૩૬૪ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ દિવાળી સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે મનપા પ્રયત્નશીલ છે. જેના કારણે માત્ર બે ટકા નાગરીકોનું રસીકરણ બાકી હોવા છતાં તમામ સાઈટો ચાલુ રાખવામાં આવી છે તેમજ દિવ્યાંગ અને પ૦ કે તેથી વધુ વયના નાગરીકો માટે “ઘર-સેવા” પણ શરૂ કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.