Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, પુત્રની નજર સામે સચિને હિનાનું ગળુ દબાવી હત્યા કરી

પેથાપુરમાં મળી આવેલા બાળકના કેસમાં નવો વળાંક

અમદાવાદ, ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલ બાળકના કેસમાં કોઈ વિચારી પણ ન શકે તેવો વળાંક આવ્યો છે. માસુમનો પિતા જ તેની માતા મહેંદીનો હત્યારો નીકળ્યો છે. સચિન દિક્ષિતે ઠંડે કલેજે દીકરા શિવાંસની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અનેબિચારો બાળક ત્યા રડી રહ્યો હતો.

આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો. સચિન આટલી ક્રુરતા આચરશે તેવુ કોઈ સપનામાં ય વિચારી ન શકે. ત્યારે સમગ્ર મામલાથી વડોદરાના સ્વીટી દેસાઈ કેસ યાદ આવી ગયો. પીઆઈ અજય દેસાઈએ પણ આ જ રીતે દીકરાની નજર સામે સ્વીટી પટેલની હત્યા કરી હતી.

એક તરફ ગાંધીનગર પોલીસ શિવાંશના માતાપિતાને શોધવા નીકળી હતી, પણ કોને ખબર હતી તેમાં મોટા ઘટસ્ફોટ થશે. જાેકે, સમગ્ર ઘટના બાદ શિવાંસ ફરી નોંધારો બન્યો છે. તેના પિતા હત્યારા નીકળ્યા, અને માતાની હત્યા થઈ ગઈ. મહેંદી ઉર્ફે હીનાના નસીબમાં ન તો પિયરનો પ્રેમ હતો, ન તો સાસરી પક્ષનો. હીના મૂળ જૂનાગઢના કેશોદની વતની છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ મીડિયાને માહિતી આપી કે, હીનાની માતાનુ મૃત્યુ થયુ હતું. તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી. મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી.

બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને ૨૦૧૯થી લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પણ સચિન પરણિત જ તો. ૨૦૨૦માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-૧૦૨ નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.

ત્રણ મહિના પહેલાં જ કપલ અમદાવાદનું ઘર ખાલી કરીને વડોદરા શિફ્ટ થયુ હતુ. શુક્રવારે હિના અને સચિન વચ્ચે ઝઘડો થયો હતો. તેણે રાજસ્થાન માતાપિતા સાથે જવાનુ હોવાનુ કહ્યુ હતું. જેથી હિના ભડકી હતી. તેણે સચિનને હવે પોતાની સાથે નિયમિત રહેવાનુ કહ્યુ હતું. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને સચિને ગુસ્સામાં હિનાનુ ગળુ દબાવ્યુ હતું. આ બધુ થયુ ત્યારે માસુમ શિવાંશ ત્યાં જ હતો. હાલ પોલીસને ય્ ૧૦૨ દર્શન ઓવરસીસ ,બાપોદ ખાતે વડોદરાથી હિનાનો મૃતદેહ મળી આવ્યો છે.

હત્યાનો ખુલાસો થતા જ ગાંધીનગર પોલીસ આરોપી સચિન દીક્ષિતને સાથે લઈ વડોદરા પહોચી હતી, જ્યાં હિનાનો મૃતદેહ મૂકાયો હતો. ૧૦૨ નંબરના ફ્લેટમાં સચિનને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન આરોપી સચિન માનસિક રીતે બીમાર હોવાનો ઢોંગ કરી રહેતો દેખાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનુ માથુ દીવાલ સાથે પણ પછાડ્યુ હતું. તેમજ વોમિટીંગ પણ કરી હતી.

સચિને હિના સાથે લગ્ન ન કરવા પડે તે માટે હત્યા કરી

ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલા શિવાંશના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો.

પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.

જાે કે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, સચિન અને હીના ૨૦૧૯ થી લાંબા સમયથી બંન્ને લિવઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જાે કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને આખરે હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.