Western Times News

Gujarati News

આ શહેરમાં થઈ શકે છે, તહેવારની સીઝનમાં આતંકવાદી હુમલો

પ્રતિકાત્મક

નવીદિલ્હી, દિલ્હી પોલીસ તહેવારોની સિઝન અંગે હાઈ એલર્ટ પર છે. દિલ્હી પોલીસને ઇનપુટ્‌સ મળ્યા છે કે, તહેવારની સીઝનમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારોની સિઝનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી હુમલાના ઇનપુટ્‌સને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં આતંકવાદ વિરોધી પગલાંની ચર્ચા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આતંકવાદીઓને સ્થાનિક લોકોનું સમર્થન લેવાથી કેવી રીતે રોકી શકાય તે અંગે પણ ચર્ચા પણ કરી છે.

આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આતંકવાદી હુમલાની માહિતી મળી છે. જાે કે, તેમણે કહ્યું કે, જ્યાં સુધી હુમલાખોરોને સ્થાનિક સમર્થન ન મળે ત્યાં સુધી આ પ્રકારનો હુમલો ન થઈ શકે.

રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, “સ્થાનિક ગુનેગારો, ગુંડાઓ અને રૂઢિચુસ્ત તત્વો આ પ્રકારના હુમલામાં મદદ કરી શકે છે. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, સાયબર કાફે, કેમિકલ શોપ્સ, પાર્કિંગ લોટ, જંક અને કાર ડીલરોની વ્યાવસાયિક તપાસ અને દેખરેખ રાખવામાં આવશે.

પેટ્રોલ પંપ અને પેટ્રોલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવી શકે છે તેવા ઇનપુટ્‌સ છે. રાકેશ અસ્થાનાએ નવા ભાડૂતો અને મજૂરોની ચકાસણી માટે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોમ્યુનિટી પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, પોલીસ આરડબલ્યુએ, અમન કમિટી સાથે પણ બેઠક કરશે અને રેહરીવાલા અને ચોકીદાર જેવા ‘આંખ અને કાન યોજના’ હિસ્સેદારો સાથે વાતચીત દ્વારા માહિતી મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.