Western Times News

Latest News from Gujarat

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારનું હસ્તાંતરણ કર્યું

પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડરી પરચેઝ અને ઓપન ઓફરના સંયોજન થકી હસ્તાંતરણ

આ હસ્તાંતરમાં રિલાયન્સ તરફે AZB એન્ડ K Law કાયદાકીય સલાહકાર હતા, અર્ન્સ્ટ એન્ડ યંગ એકાઉન્ટિંગ અને ટેક્સ ડિલિજન્સ એડ્વાઇઝર હતા જ્યારે એડેલવેઇસ નાણાકીય સલાહકાર હતા.

વિશ્વસ્તરે ઇપીસી અને ઓએન્ડએમ સોલ્યૂશન્સ પૂરી પાડતી સૌથી મોટી કંપનીઓમાંની એક સાથે સહભાગિતા
ભારતમાં વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલર ઊર્જા પૂરી પાડવા માટેના રિલાયન્સની પ્રતિબદ્ધતાને હાંસલ કરવાની પ્રક્રિયા વધુ બળવત્તર બનશે; અને દેશ બિનપરંપરાગત ઊર્જા ઉદ્યોગના ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનશે. Reliance New Energy Solar to acquire 40% stake in Sterling Wilson Solar

મુંબઈ, 10 ઓક્ટોબર 2021: રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીએ આજે શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ (SPCPL), ખુરશેદ દારુવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડ (SWSL) સાથે નીચે દર્શાવેલા વ્યવહારો મુજબ SWSLમાં 40 ટકા હિસ્સો મેળવવા માટે નિશ્ચિત કરાર
કર્યા છે:

a) પ્રતિ શેર રૂ. 375.0ની કિંમતે 2.93 ઇક્વિટી શેર્સનું (15.46 ટકા પોસ્ટ પ્રેફરન્શિયલ શેર કેપિટલ જેટલા) પ્રેફરન્શિયલ અલોટમેન્ટ;
b) SPCPL પાસેથી RNESL દ્વારા રૂ. 375.0 પ્રતિ શેરની કિંમતે 1.84 કરોડ ઇક્વિટી શેર્સ (9.70 ટકા પોસ્ટ પ્રેફરન્શિયલ શેર કેપિટલ)નું હસ્તાંતરણ;
c) SWSLના 4.91 કરોડ ઇક્વિટી શેર્સ મેળવવા માટે SWSLના શેરધારકોને RNESL જાહેરાત કરશે, જે સેબીના ટેકઓવરના નિયમો મુજબ 25.9 ટકા હિસ્સો થશે; અને
d) RNESL SWSLની કુલ 40.0% ઇક્વિટી મૂડી હાંસલ કરશે, જેમાં ઓપન ઓફર દ્વારા સંપાદન, SPCPL અને ખુરશેદ દારુવાલા પાસેથી શેરના અનુવર્તી સંપાદન અને જો જરૂરી બનશે તો વધુ ખરીદીનો સમાવેશ થાય છે.

બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ઇપીસી અને ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર તરીકે SWSL આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને અગ્રણી કંપની છે જેની પાસે ઉપયોગ માટે તૈયાર એવા 11થી વધુ ગીગાવોટ સોલર પ્રોજેક્ટ્સનો અને પાંચ દાયકાનો એન્જિનિયરિંગનો અનુભવ છે.

કંપની પાસે 3000 કર્મચારીઓની મજબૂત ટીમ છે અને વિશ્વના 24 દેશોમાં તેની સેવાઓ આપે છે, અને તે સૌર ઊર્જાના ઉપયોગ માટે તૈયાર સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે જેમાં ડિઝાઇન, પ્રાપ્તિ, બાંધકામ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઓપરેશન્સ અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

રિલાયન્સ નવીનતમ અને સૌથી વધુ ખર્ચ-સ્પર્ધાત્મક તકનીકો અને વિકાસ ક્ષમતાઓના આધારે ભારતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક અગ્રણી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. SWSL સાથેની આ ભાગીદારી તેને વિશ્વસ્તરીય પ્રતિભા, એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કુશળતા સુધીની પહોંચ આપશે

અને ડિજિટલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને પ્રાપ્તિ અને પ્રોજેક્ટ અમલમાં રિલાયન્સની સાબિત થઈ ચૂકેલી શક્તિઓની પૂરક બનાવશે – ભારત અને વિશ્વભરમાં ગીગા-સ્કેલના ગ્રીન એનર્જી ક્ષમતાના ઉચ્ચ ગુણવત્તા, ખર્ચ-કાર્યક્ષમ અને સમયબદ્ધ અમલીકરણ માટે જરૂરી તમામ મુખ્ય ઘટકો કંપની પાસે છે.

ગુજરાતના જામનગર ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ગીગા ફેક્ટરીઓની સ્થાપના માટેની રિલાયન્સની જાહેરાત સાથે આ સહભાગિતા એકદમ સુસંગત બની રહે છે જે આ ભાગીદારીને અજોડ એન્જિનિયરિંગ ક્ષમતાઓ સાથે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન ક્ષમતા પ્રદાન કરે છે.

આ હસ્તાંતરણ અંગે બોલતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું કે, “અમે અમારા ન્યૂ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ માટે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે SWSLનું સ્વાગત કરીએ છીએ. SWSL તેની એન્જિનિયરિંગ પ્રતિભા, ઊંડી કૌશલ્ય સમજ, વૈશ્વિક હાજરી અને સાથે વૈશ્વિક સ્તરે કેટલાક સૌથી જટિલ પ્રોજેક્ટ્સનો અમલ કરવાનો અનુભવ, અમારી સૌરઊર્જા ઉત્પાદન શ્રેણીનો મહત્વનો હિસ્સો બની રહેશે. આ હસ્તાંતરણ અમને ભારતીય ગ્રાહકો માટે ખર્ચ-કાર્યક્ષમ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરનારી એન્ડ-ટુ-એન્ડ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે અમારું શ્રેષ્ઠત્તમ પરિણામ આપવામાં સક્ષમ બનાવશે.

ખુરશેદ દારુવાલા અને તેમની વર્ષોની મહેનતથી તૈયાર થયેલી વિશ્વકક્ષાની સંસ્થા માટે અમને ખૂબ જ આદર છે અને SWSLને ઇપીસી તથા ઓએન્ડએમ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવામાં જોડાવા અમે ઉત્સુક છીએ.”

શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષ શ્રી શાપૂરજી મિસ્ત્રીએ જણાવ્યું કે, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડમાં રિલાયન્સને આવકારવા અમે ખુશ છીએ. ત્રણ પેઢીઓ અને વિતેલા અનેક દાયકાઓ દરમિયાન શાપૂરજી પલોનજી ગ્રૂપે સ્ટર્લિંગ એન્ડ વિલ્સનને ઊર્જા ક્ષેત્રે સીધા ઉપયોગમાં લઈ શકાય તેવા સોલ્યૂશન્સ પૂરા પાડનારી અગ્રણી વૈશ્વિક કંપની બનાવી છે.

સમગ્ર વિશ્વ જ્યારે ન્યુનત્મ કાર્બન ઉત્સર્જનના અર્થતંત્ર તરફ વળવાની તૈયારીમાં છે ત્યારે SWSL મહત્વનું યોગદાન આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. હું માનું છું કે આ ભાગીદારી તમામ હિસ્સેદારો માટે ફાયદાકારક રહેશે અને ભારતને સ્વચ્છ ઊર્જાના પાવરહાઉસ બનાવવામાં મહાનત્તમ યોગદાન આપશે.

SWSLના ચેરમેન શ્રી ખુરશેદ દારુવાલાએ જણાવ્યું કે, સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનો ઇતિહાસ છેક 1920ના દાયકાથી શરૂ થાય છે. ત્યારથી અત્યાર સુધી અમે ખૂબ જ લાંબી સફર ખેડી છે અને અમારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાના એન્જિનિયરિંગ સોલ્યૂશન્સ પૂરા પાડવાના અમારા મૂળ ઉદ્દેશ્યને અમે હંમેશા વળગી રહ્યા છીએ.

શાપૂરજી પલોનજી સાથે અમે SWSLને ઊર્જાક્ષેત્રના માળખાના ત્વરિત ઉપયોગમાં લઈ શકાય તેવા સોલ્યૂશન્સ પૂરા પાડનારી વૈશ્વિક કંપની બનાવી છે. નવી ઊર્જા માટેના સંકલિત વિઝન અને ભારતને ગ્રીન એનર્જીના વૈશ્વિક માનચિત્રમાં સ્થાન અપાવવાની પ્રતિબદ્ધતા સાથે રિલાયન્સે અમને SWSLને વિશ્વસ્તરની ઇપીસી સોલ્યૂશન પ્રોવાઇડર તરીકે આગળ વધારવાની તક પૂરી પાડી છે. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી SWSLને નવી ઊર્જા અને ઉત્સાહ પ્રદાન કરશે અને ઇતિહાસના સર્જનનો હિસ્સો બનવા માટે પણ અમે ઉત્સુક છીએ.

શ્રી ખુરશેદ દારુવાલા SWSLના બોર્ડના ચેરમેન તરીકે કાર્યરત રહેશે અને કંપનીના આગામી તબક્કાના વિકાસનું નેતૃત્વ કરશે. આ હસ્તાંતરમાં રિલાયન્સ તરફે AZB એન્ડ K Law કાયદાકીય સલાહકાર હતા, અર્ન્સ્ટ એન્ડ યંગ એકાઉન્ટિંગ અને ટેક્સ ડિલિજન્સ એડ્વાઇઝર હતા જ્યારે એડેલવેઇસ નાણાકીય સલાહકાર હતા.

SWSL અને વેચાણ કરનાર શેરધારકો તરફે DAM કેપિટલ નાણાકીય સલાહકાર હતા અને દેસાઇડ એન્ડ દિવાનજી કાયદાકીય સલાહકાર હતા. તમામ વ્યવહારો સંબંધિત નિયમનકારી સત્તામંડળ અને અન્ય મંજૂરીઓ તથા અંતિમ શરતોને આધિન રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers