Western Times News

Gujarati News

દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પાવર કટોકટી ઘેરી બની

મુંબઈ, કોલસાની કમીને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડે વીજળીની આપૂર્તિ કરનાર વીજળી કેન્દ્રોના કુલ ૧૩ યુનિટને રવિવારે બંધ કરવા પડ્યા છે. તેના કારણે રાજ્યમાં ૩૩૦૦ મેગાવોટ વીજળીની આપૂર્તિ બંધ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ગ્રાહકોને ઓછી વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

સ્જીઈડ્ઢઝ્રન્ એ ગ્રાહકોને ડિમાન્ડ અને સપ્લાયને સંતુલિત કરવા માટે સવારે ૬થી ૧૦ અને સાંજે ૬થી રાત્રે ૧૦ કલાક સુધી વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ચંદ્રપુર, ભુસાવલ અને નાસિકની ૨૧૦-૨૧૦ મેગાવોટ, પારસ ૨૫૦ મેગાવોટ અને ભુસાવલ અને ચંદ્રપુરના ૫૦૦ મેગાવોટના એકમોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડના ૬૪૦ મેગાવોટના ૪ અને રતન ઈન્ડિયા પાવર લિમિટેડ (અમરાવતી)ના ૮૧૦ મેગાવોટના ૩ સેટ બંધ છે.

વર્તમાનમાં વીજળીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ૩૩૩૦ મેગાવોટના અંતરને ભરવા માટે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદવામાં આવી રહી છે. દેશભરમાં વીજળીની માંગ વધવાને કારણે વીજળીનું ખરીદ મૂલ્ય પણ વધી ગયું છે. ખુલ્લા બજારમાંથી ૧૩.૬૦ રૂપિયા પ્રતિ યુનિટના દરથી ૭૦૦ મેગાવોટ વીજળી ખરીદવામાં આવી રહી છે.

રવિવારે સવારે રીયલ ટાઇમ ટ્રાન્જેક્શનથી ૯૦૦ મેગાવોટ વીજળી ૬.૨૩ રૂપિયા પ્રતિ યુનિટના દરે ખરીદવામાં આવી છે. આ ઉપરાંત, કોયના ડેમ તેમજ અન્ય નાના હાઈડ્રો પાવર પ્લાન્ટ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજળી આપવામાં આવી રહી છે. રાજ્યમાં વધતા તાપમાનને કારણે વીજળીની માંગમાં પણ વધારો થયો છે, જ્યારે કોલસાની અછત વધુ ઘેરી બની રહી છે.

શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજધાનીમાં માત્ર એક દિવસનો વીજ પુરવઠો આપી શકાય છે, માત્ર એટલો જ કોલસો બાકી છે. જાે કે, કેન્દ્રીય મંત્રી આર કે સિંહે રવિવારે કોલસા સંકટના આ અહેવાલોને એકદમ ફગાવી દીધા હતા. આ પછી, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેન્દ્રીય મંત્રી પર વળતો પ્રહાર કર્યો અને તેમના દાવાને ખોટો ગણાવ્યો. મનીષ સિસોદિયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીના નિવેદન પરથી સ્પષ્ટ દેખાય છે કે કેન્દ્ર સરકાર હવે બહાના શોધી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.