Western Times News

Latest News from Gujarat

રાજ બબ્બર આવ્યા આર્યન અને શાહરુખના સમર્થનમાં

મુંબઈ, શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં ડ્રગ કેસમાં ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા કાપી રહ્યો છે. બીજી ઓક્ટોબરે NCB મુંબઇથી ગોવા જતાં એક ક્રૂઝ શિપ પર રેઇડ પાડી ડ્રગ કેસ રેકેટનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન એનસીબીએ ડ્રગ લેવાના આરોપમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. હાલમાં આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, એવામાં બોલીવુડની અનેક હસ્તીઓ શાહરુખ ખાન અને આર્યન ખાનના સમર્થનમાં આવી રહી છે. બોલીવુડના વેટરન એક્ટર રાજ બબ્બરે પણ આ કેસને લઇને પ્રતિક્રિયા આપતાં શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા છે.

રાજ બબ્બરે શાહરુખ ખાનને સપોર્ટ કરતાં પોતાના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે, તેઓ અહીં આવ્યા અને પડકારોનો સામનો કરી સફળતા મેળવી. હું શાહરુખ ખાનને લાંબા સમયથી ઓળખું છું અને મને ખબર છે કે મુશ્કેલીઓ એમની આત્માને હલાવી શકતી નથી. દુનિયા એમના પુત્રની મુશ્કેલીઓ દ્વારા પાઠ આપી રહી છે. હું જાણું છું કે, એક યોદ્ધોનો પુત્ર પલટીને સંઘર્ષ કરશે. યુવાનને મારા આશીર્વાદ છે.

રાજ બબ્બર પહેલા શેખર સુમન શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા હતા. તેમણે ટ્‌વીટ કરી હતી કે, મારું મન શાહરુખ અને ગૌરી સાથે છે. એક પિતા હોવાને નાતે સારી રીતે સમજી શકું છું કે તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હશે. ગમે તે થઇ જાય પરંતુ માતા-પિતા માટે આ પ્રકારની મુશ્કેલીઓ, અગ્નિ પરીક્ષામાંથી પસાર થવુ સરળ હોતું નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ બબ્બર અને શાહરુખ ખાન ૧૯૯૩માં આવેલી ફિલ્મ માયા મેમસાબમાં એકસાથે જાેવા મળ્યા હતા. રાજ બબ્બરનો પુત્ર પ્રતીક બબ્બર ડ્રગ એડિક્ટ હતો. કેટલાક વર્ષ પહેલા પ્રતીક બબ્બરે ડ્રગ એડિક્ટ હોવાનો સ્વીકાર કર્યો હતો. પ્રતીક બબ્બરે ૧૩ વર્ષની ઉંમરે ડ્રગ લેવાનું શરુ કર્યું હતું.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers