Western Times News

Gujarati News

શ્વેતા તિવારીએ દીકરી પલક સાથે કર્યો જબરદસ્ત ડાન્સ

Photo: Instagram

મુંબઈ, શ્વેતા તિવારીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રેમ ળ્યો છે. શ્વેતા તિવારીએ સીરિયલ કસૌટી ઝિંદગી થી લોકપ્રિયતા મેળવી હતી અને આજે પણ ઘર ઘરમાં તેને પ્રેરણાના નામથી ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

સીરિયલ ભલે વર્ષો પહેલા બંધ થઈ ગઈ હોય, પરંતુ શ્વેતાની લોકપ્રિયતા નથી ઘટી. શ્વેતા પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહે છે. આ પહેલા તેણે બિગ બોસમાં ભાગ લીધો હતો અને તાજેતરમાં જ ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. શ્વેતા અત્યારે પોતાની દીકરી પલક તિવારી સાથે વેકેશન પર છે, અને ત્યાંથી તેઓ તસવીરો અને વીડિયો પણ શેર કરે છે.

શ્વેતા તિવારીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દીકરી પલક સાથે ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં બન્ને મા-દીકરી નહીં પણ મિત્રો હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં માત્ર શ્વેતા અને પલક જ નથી, સાથે શ્વેતાનો દીકરો પણ ઉભો છે. વીડિયો જાેઈને લોકો બન્નેની જાેડીના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો કમેન્ટ સેક્શનમાં કહી રહ્યા છે કે આ બન્ને બહેનો જેવી લાગે છે. તો કોઈ લખી રહ્યું છે કે- કોઈ હિસાબથી લાગતું નથી કે શ્વેતા પલકની માતા હોય.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

માત્ર શ્વેતા તિવારીએ જ નહીં, પલક તિવારીએ પણ માતા સાથેના ડાન્સનો વીડિયો શેર કર્યો છે. શ્વેતાએ પોતાની પોસ્ટની સાથે લખ્યું છે કે, મારી પ્રિન્સેસ સાથે બર્થડે ડાન્સ. ઉલ્લેખનીય છે કે ૪ ઓક્ટોબરના રોજ શ્વેતા તિવારીનો જન્મદિવસ હતો અને આઠમી ઓક્ટોબરના રોજ પલકનો જન્મદિવસ હતો. માતા-દીકરીએ સાથે મળીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

પલક તિવારી ટુંક જ સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે. પલકની પહેલી ફિલ્મ રોઝી- ધ સેફરન ચેપ્ટર હશે. આ ફિલ્મ નોયડામાં બનેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત હશે. ફિલ્મમાં પલકની સાથે સાથે અરબાઝ ખાન અને તનીષા મુખર્જી પણ જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.