Western Times News

Gujarati News

વીજળી સંકટ પર બળજબરીથી દહેશત ફેલાવાઈ રહી છે: કેન્દ્ર સરકારનો આરોપ

Files Photo

નવીદિલ્હી, શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે? કેન્દ્ર સરકાર કહે છે કે દેશમાં કોઈ વીજ સંકટ નથી અને વીજ સંકટને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જ્યારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા કેન્દ્ર પર ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

એક બાજુ કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે દેશમાં કોઈ વીજળી સંકટ નથી અને કોલસાનો ભરપૂર સ્ટોક છે. જ્યારે બીજી બાજુ અનેક રાજ્યોથી આવી રહેલી ખબરો એ વાતનો સંકેત આપે છે કે બ્લેકઆઉટનું જાેખમ તોળાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વીજળી ઉત્પાદન પર કોલસાની અછતના કારણે અસર પડી છે. યુપીમાં નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડે લોકોને મેસેજ મોકલીને વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં સરકાર લોકોને વીજળી બચાવવાની અપીલ કરી રહી છે કારણ કે રાજ્યના ૧૩ વીજળી યુનિટ બંધ થઈ ગયા છે. કહેવાય છે કે તેનું કારણ કોલસાની અછત છે. આ યુનિટ એમએસઇડીસીએલને વીજળી આપૂર્તિ કરતા હતા. આ કારણે મહારાષ્ટ્રમાં ૩૩૩૦ મેગાવોટ વીજળી આપૂર્તિ ઠપ થઈ છે.

એમએસઇડીસીએલએ ગ્રાહકોને ડિમાન્ડ અને સપ્લાય સંતુલિત કરવા માટે સવાર ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી અને સાંજે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી વીજળીનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી છે. ગરમીના કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માંગણી વધી છે. આથી રાજ્ય સરકાર ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદી રહી છે. આ ઉપરાંત કોયના બંધની સાથે સાથે અન્ય નાના જળ વિદ્યુત સંયંત્રો અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના માધ્યમથી વીજળી સપ્લાય થઈ રહી છે.

યુપીમાં નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડે લોકોને વીજળી બચાવવાની અપીલ કરી તો સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે સીએમ યોગી વીજળી પર એટલા માટે ધ્યાન નથી આપતા કારણ કે તેઓ વીજળી પ્લાન્ટનું નામ નથી લઈ શકતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે વીજળી પર ધ્યાન એટલા માટે નથી આપતા કારણ કે તેઓ પ્લાન્ટના નામ લઈ શકતા નથી. જ્યારે મુખ્યમંત્રીજી અહીં આવે તો તેમને કહેજાે કે પ્લાન્ટનું નામ જણાવી દો.

જાે કે કેન્દ્રએ કહ્યું કે દેશમાં વીજળી સંકટના નામે ખુબ દહેશત ફેલાવવામાં આવી રહી છે. ઉર્જા મંત્રાલયેકહ્યું કે કોલસાના સપ્લાય પાવર પ્લાન્ટને વધારવામાં આવી રહ્યો છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ કોલ ઈન્ડિયા પાસે ૨૪ દિવસનો કોલસાનો સ્ટોક છે. જ્યાં સુધી રાજ્યોમાં પાવર સ્ટેશનોની વાત છે તો તેમની પાસે ૧૭ દિવસનો નહીં પરંતુ ૪-૪ દિવસનો સ્ટોક તો ચોક્કસપણે ઉપલબ્ધ છે અને તેમાં રોજ સપ્લાય થઈ રહ્યો છે. ઉર્જા મંત્રાલયે એમ પણ કહ્યું કે દિલ્હીને જેટલી વીજળીની જરૂરિયાત રહેશે તેટલો સપ્લાય કરાશે.

જાે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે સરકાર કોલસા સંકટ પર ખોટી જાણકારી આપી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રની આખો બંધ રાખવાની નીતિ ખતરનાક છે.

જે રીતે ઓક્સિજન સંકટમાં લોકો મર્યા હતા તેમ જ અહીં પણ ત્રાહિમામ મચશે. આંખો બંધ કરી લેવાની જે નીતિ છે તે ખુબ ખતરનાક છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે કોલસાનું સંકટ છે અને આ કોલસા સંકટ છેલ્લે વીજળી સંકટમાં ફેરવાઈ શકે છે. જેનું ખુબ મોટું સંકટ દેશે ઝેલવું પડશે. દેશ ઠપ થઈ જશે. દેશની સિસ્ટમ ઠપ થઈ જશે.

ઉર્જા મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં ટાટા પાવર તરફથી ગ્રાહકોને મેસેજ મોકલવાના કારણે કારણ વગરનો ડર ફેલાયો છે. ઉર્જા મંત્રાલયે કહ્યું કે આવો ભ્રમ અસલમાં જીએઆઇએલના એક ખોટા મેસેજના કારણે ફેલાયો કારણ કે જીએઆઇએલએ દિલ્હીના ડિસ્કોમને એક મેસેજ મોકલ્યો કે તેઓ બવાના ગેસ સ્ટેશનને ગેસ સપ્લાય એક કે બે દિવસ બાદ બંધ કરશે. આ મેસેજ એટલા માટે મોકલવામાં આવ્યો કારણ કે તેનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.