Western Times News

Gujarati News

IPL પુરી થયા બાદ અનેક ખેલાડીઓનું ભાવી ખતરામાં

File

મુંબઇ, આઈપીએલ ૨૦૨૧ હવે ધીરે-ધીરે સમાપ્ત થવાના આરે છે. લીગની મેચ હવે સમાપ્ત થવાના આરે છે અને હવે આ ટુર્નામેન્ટ સેમી ફાઈનલ મેચમાં પહોંચી ગઇ છે. આ આઈપીએલ લીગમાં વિશ્વભરના ખેલાડીઓ અલગ-અલગ ટીમમાં જાંબાઝ પ્રદર્શન બતાવીને પોતાનો દમ પુરવાર કરે છે. તો કેટલાંક એવા ખેલાડીઓ પણ છે, જે પોતાના દેશની ટીમમાંથી બહાર થયા બાદ આઈપીએલમાં સારું પ્રદર્શન કરી વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ભારતીય ટીમ તરફથી રમનારા એક દિગ્ગજ ક્રિકેટર એવા પણ છે, જેના માટે આઈપીએલ બાદ તેની કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાય તેવી શક્યતા છે.

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમનારા કેદાર જાધવ ક્રિકેટમાં ખાસ કશું કરી શક્યા નથી. જાધવે ભારતીય ટીમ માટે અંતિમ મેચ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રમી હતી. હવે કેપ્ટન વિરાટ કોહલી તેમને ટીમમાં સામેલ કરવાનુ પણ પસંદ કરતા નથી.

ભારતીય ટીમ માટે સૌથી ખરાબ પ્રદર્શન રહેનારા જાધવ આઈપીએલમાં પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે કોઈ વિશેષ કામગીરી કરી શક્યા નથી. ત્યારબાદ ટુર્નામેન્ટની અંતિમ મેચમાંથી પણ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યાં.

સીએસકેએ ગયા વર્ષે ડ્રોપ કર્યા બાદ જાધવને હેદ્રાબાદે ટીમમાં સ્થાન આપ્યુ હતું. પરંતુ હવે આ ટીમ પણ તેમને આગામી વર્ષે ડ્રોપ કરી શકે છે અને આવતા વર્ષે કોઈ ટીમ મુશ્કેલીપૂર્વક તેમને ખરીદી શકશે.

કેદાર જાધવની ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદ પણ ચાલુ વર્ષે આઈપીએલમાં સૌથી વધુ કંગાળ પ્રદર્શન કરનારી ટીમ બની છે. ૧૪ મેચોમાંથી આ ટીમે ૧૧ મેચોમાં પરાજય સ્વીકાર્યો છે અને સેમી ફાઈનલની રેસમાંથી પણ બહાર થઇ છે. આ આઈપીએલ ઇતિહાસમાં પ્રથમ વખત છે, જ્યારે હૈદ્રાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ ટીમના કોઈ પણ ખેલાડીએ એવુ પ્રદર્શન કર્યુ નથી કે જેની ચર્ચા કરી શકાય. ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા ત્યાં સુધી કેદાર જાધવનું આક્રમક પ્રદર્શન રહ્યું હતું. જાધવ બેટીંગથી કમાલ કરતા હતા. પરંતુ તેઓ વચ્ચે પોતાની અલગ અંદાજ દ્વારા ટીમને મહત્વપૂર્ણ વિકેટ પણ અપાવતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.