Western Times News

Gujarati News

આ કંપનીએ લોંચ કર્યા, ‘મેડ ઇન ઇન્ડિયા’ ફ્રિઝઃ જેમાં ખાવાની વસ્તુ 21 દિવસ તાજી રહેશે

·         વધુ સ્પેસ મેનેજમેન્ટ માટે નવી કન્વર્ટિબલ એસબીએસ રેફ્રિજરેટર રેન્જ ભારતીય ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે રેફ્રિજરેટરને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે

·         ડિયો ફ્રેશ ટેક્નોલોજીથી સજ્જ હાયર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર સીરીઝ ખાદ્ય ચીજોને 21 દિવસ* સુધી તાજી રાખે છે

નવી દિલ્હી, હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી તેમજ સતત 12 વર્ષ*થી પ્રમુખ ઉપકરણોમાં વિશ્વની નંબર 1 બ્રાન્ડ હાયર ‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ 2 અને 3 ડોર કન્વર્ટિબલ એસબીએસ(સાઇડ બાય સાઇડ) 682 અને 683 રેફ્રિજરેટર્સ સીરીઝ રૂ. 1,27,000 અને રૂ. 1,40,000ની શરૂઆતી કિંમતે લોંચ કરનાર ભારતની પ્રથમ બ્રાન્ડ બનવાનો રેકોર્ડ સ્થાપિત કરશે. HAIER LAUNCHES INDIA’S FIRST ‘MADE IN INDIA’ 2 &3 DOOR CONVERTIBLE SIDE BY SIDE REFRIGERATOR SERIES

સાઇડ બાય સાઇડ (એસબીએમ) રેફ્રિજરેટર અંગે ગ્રાહકોના ઉપયોગની પેટર્ન સમજવા માટે ભારતમાં ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યાં બાદ હાયર એક મહત્વપૂર્ણ સમજણ સાથે રજૂ થયું છે કે ગ્રાહકો આજે એવું એસબીએસ રેફ્રિજરેટર ઇચ્છે છે કે જેમાં મોટું રેફ્રિજરેટર સેક્શન હોવાની સાથે-સાથે તેમની મરજી મૂજબ પર્સનલાઇઝ કરવા માટેનું નિયંત્રણ પણ તેમના હાથમા હોય.

ભારતમાં મોટાભાગના પરિવારો શાકાહારી છે ત્યારે સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટરમાં ફ્રિઝરની મોટી જગ્યાનો ઉપયોગ ઓછો થાય છે, જ્યારે કે મોટા રેફ્રિજરેટર સેક્શનની જરૂરિયાત ભાગ્યે જ પૂર્ણ થાય છે. આ ચિંતાઓને દૂર કરવા માટે હાયરે બે પ્રતિષ્ઠિત સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટ રજૂ કર્યાં છે, જે ‘મેડ ઇન ઇન્ડિયા અને મેડ ફોર ઇન્ડિયા’ છે.

હાયર 683 સીરીઝ 3-ડોર કન્વર્ટિબલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર

તહેવારની સીઝનમાં ભારતીય માર્કેટ માટે હાયરની ક્રાંતિકારી ઓફરિંગ ભારતનું પ્રથમ 3-ડોર કન્વર્ટિબલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર (683 સીરીઝ) છે. ટોપ લેફ્ટ ઉપર 21 ટકા કન્વર્ટિબલ સેક્શન દ્વારા તે યુઝર્સને તેમની રેફ્રિજરેટર સ્પેસને 63 ટકા (સમર્પિત)થી વધારીને 83 ટકા કરવાની સાથે બોટમ લેફ્ટ ઉપર માત્ર 17 ટકા ફ્રીઝર માટે અનામત રાખવામાં મદદરૂપ બને છે, જેના પરિણામે તે સમકાલીન ભારતીય પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જો યુઝરને વધુ ફ્રિઝર સ્પેસની આવશ્યકતા હોય તો તેમની પાસે કન્વર્ટિબલ સેક્શનનો ઉપયોગ કરીને સ્પેસ વધારીને 38 ટકા કરવાનો વિકલ્પ રહે છે.

હાયર 682 સીરીઝ 2 ડોર કન્વર્ટિબલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર

હાયર તેના ગ્રાહકો માટે વધુ એક ઇનોવેશન ઓલ-ન્યુ 682 સીરીઝ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર રજૂ કરી રહ્યું છે, જે ભારતનું પ્રથમ 2-ડોર 100 ટકા કન્વર્ટિબલ એસબીએસ છે, જે 100 ટકા રેફ્રિજરેટર યુનિટ તરીકે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. 66:34ના ફ્રિજથી ફ્રિઝર રેશિયો સાથે યુઝર્સ કન્વર્ટ કરવા માટે તેમજ તેમની જરૂરિયાત પ્રમાણે 34 ટકા ફ્રિઝર સ્પેસને રેફ્રિજરેટર તરીકે ઉપયોગમાં લેવા માટે સક્ષમ રહેશે.

ભારતીય ગ્રાહકો પ્રત્યે પોતાની કટીબદ્ધતાને વધુ મજબૂત કરતાં હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એરિક બ્રેગન્ઝાએ જણાવ્યું હતું કે, “હાયર ઇન્ડિયા ખાતે અમે બેસ્ટ-ઇન-ક્લાસ ઇનોવેશન સાથે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે જે ભારતીય ગ્રાહકો માટે ખરા અર્થમાં લાભદાયી હોય.

સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે સુસંગત રહેતાં તથા ભારતીય ગ્રાહકો માટે ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની હાયર ઇન્ડિયાની કટીબદ્ધતા સાથે અમે ભારતના પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ 2 અને 3 ડોર કન્વર્ટિબલ એસબીએસ રેફ્રિજરેટર્સ લોંચ કર્યાં છે. અમે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યેની અમારી કટીબદ્ધતાને સતત મજબૂત કરતાં રહીશું તથા જીવનને પ્રેરણા આપવાની અમારા મુખ્ય ખ્યાલના ભાગરૂપે ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત ઇનોવેશન કરતાં રહીશું.”

નવી કન્વર્ટિબલ સાઇડ-બાય-સાઇડ સીરીઝ ફ્રિજ સ્પેસને 83 ટકા સુધી લઇ જવામાં મદદરૂપ બને છે, જે વધુ અનુકૂળ રીતે ખાદ્ય ચીજોને લાંબા સમય સુધી સંગ્રહી શકે છે. આ ઉપરાંત નવી ડિયો-ફ્રેશ ટેક્નોલોજી અને મેજિંગ કૂલિંગ ખાદ્ય ચીજોની તાજગીને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

હાયર ઇન્ડિયાના પ્રથમ 2 અને 3 ડોર કન્વર્ટિબલ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ મેગા ફ્રિજ સ્પેસ, એક્સપર્ટ ઇન્વર્ટર ટેક્નોલોજી અને મેજિક કૂલિંગ સાથે નોઇઝ રિડક્શન ટેક્નોલોજી દ્વારા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ગ્રાહકોના અનુભવમાં વધારો કરવા માટે સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર ફ્રેશ બોક્સ, જમ્બો આઇસ મેકર, ડોર પેકેટ્સથી સજ્જ છે. તેનાથી વધુ શાકભાજી, પીણા અને કોલ્ડ ફૂડ આઇટમને લાંબા સમય સુધી સંગ્રહીને તાજી રાખી શકાય છે. 683 રેન્જમાં હેંગિંગ ફ્લેક્સી બોક્સની પણ રજૂઆત કરાઇ છે, જે ગ્રાહકોની કોસ્મેટિક્સ અને બીજી ઉપયોગિતાની ચીજોને સંગ્રહવા માટે આદર્શ છે.

આ ઉપરાંત આ રેન્જમાં પર્યાવરણને એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે લક્ષ્યમાં રાખતા બંન્ને કન્વર્ટિબલ સાઇડ-બાય-સાઇડ સીરીઝમાં એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી રેફ્રિજરન્ટ ગેસ છે. આ રેફ્રિજરેટર્સ વાઇફાઇ કનેક્ટિવિટી તેમજ કંટ્રોલ (પસંદગીના મોડલ)માં ધરાવે છે, જેના દ્વારા તેનો ઉપયોગ વધુ સરળ અને અનુકૂળ રહે છે.

હાયર ઇન્ડિયાની ભારતીય ગ્રાહકો માટે વધુ ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની કટીબદ્ધતા તેના વ્યવસાયના કેન્દ્રમાં રહી છે અને બ્રાન્ડ ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત કાર્યરત છે. સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ઇન્ડિયા પ્રોડક્ટ સાથે હાયર એસબીએસ કન્વર્ટિબલ રેફ્રિજરેટર્સનું

પૂનાના રંજનગાંવ ખાતેની અદ્યતન સુવિધામાં ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન સુવિધાએ ભારતીય ગ્રાહકો માટે પ્રીમિયમ અને હાઇ-એન્ડ પ્રોડક્ટ્સ જેમકે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, બિગ કેપેસિટી બોટમ એન્ડ ટોપ માઉન્ટ રેફ્રિજરેટર્સ, લાર્જી સ્ક્રિન એલઇડી, ઇન્વર્ટર એર કન્ડિશનર્સ તથા હવે ભારતના પ્રથમ કન્વર્ટિબલ એસબીએસ રેફ્રિજરેટર સાથે પોતાને ઇનોવેટ કરી છે. બ્રાન્ડના પૂના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આજે વાર્ષિક 2 મિલિયન યુનિટ રેફ્રિજરેટર્સ, 0.5 મિલિયન યુનિટની વોશિંગ મશીન, એર કન્ડિશનર્સ, એલઇડી ટીવી અને વોટર હીટર્સની ઉપાદન ક્ષમતા ધરાવે છે.

આ રેફ્રિજરેટર્સ ગ્લાસ, ફ્લોરલ અને સ્ટીલની વિશાળ ફિનિશ રેન્જ સાથે આવે છે, જે ભારતીય કિચન સ્પેસને વધુ સુંદર બનાવે છે. તેના મિરર ગ્લાસ, ફ્લોરેટ ગ્લાસ, ગ્રેનાઇટ ગ્લાસ, બ્લેક ગ્લાસ, કાર્મેલ ગ્લાસ, બ્લેક શાઇની સ્ટીલ અને આઇનોક્સ સ્ટીલની ફિનિશ પણ રસોડાને વધુ સુંદર બનાવે છે. આ ડિઝાઇન સમકાલીન ભારતીય કિચન સ્પેસને લક્ષ્યમાં રાખીને તૈયાર કરાઇ છે.

કિંમત, ઉપલબ્ધતા અને વોરંટીઃ 682 અને 683 સીરીઝમાં નવા રેફ્રિજરેટર્સ  કોમ્પ્રેસર અને ફેન મોટરની 10 વર્ષની એશ્યોર્ડ વોરંટી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.