Western Times News

Gujarati News

ખેડૂતોને ન્યાય મળવો જાેઈએ અને દોષીઓને સજા: વરુણ ગાંધી

લખનૌ, યૂપીના લખીમપુર ખીરીમાં ૩ ઓક્ટોબરના રોજ થયેલી હિંસા બાદ રાજકીય પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. આ ઘટના બાદ અનેક ખેડૂત આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન ઘણા નેતાઓએ લખીમપુરની મુલાકાત પણ લીધી છે. તો બીજી તરફ આવતા વર્ષે યૂપીમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે જેને કારણે પણ રાજકીય પાર્ટીઓ પણ આ ઘટના બાદ સરકારને આડે હાથ લઈ રહી છે.

તો બીજી તરફ બીજેપી સાંસદ વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન આપી આ લખીમપુરની ઘટનાને એક નવો વળાંક આપ્યો છે. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, લખીમપુરની ઘટનાને હિંદૂ વિરુદ્ધ શીખા લડાઈમાં બદલવાની કોશીશ કરવામાં આવી રહી છે. આ પૂરી રીતે અનૈતિક છે અને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે.

વરુણ ગાંધીએ કહ્યું કે, આવો પ્રયાસ માત્ર અનૈતિક અને ખોટો જ નથી પરંતુ, તે ઘાને ફરીથી તાજાે કરવાથી જાેખમી સાબિત થશે. જેને ઠીક કરવામાં ઘણી પેઢીઓ લાગી છે. તેમણે કહ્યું કે આપણે રાજકીય લાભને રાષ્ટ્રીય એકતાથી ઉપર ન રાખવો જાેઈએ.૩ ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં થયેલી હિંસક ઘટના બાદ વરુણ ગાંધી સતત ખેડૂતોના સમર્થનમાં ટ્‌વીટ કરી રહ્યા છે. તેમણે આ સંદર્ભે યોગી સરકારને પત્ર પણ લખ્યો છે અને પીડિત પરિવારો માટે ન્યાય અને દોષિતોને સજાની માંગ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.