Western Times News

Gujarati News

કાશ્મીરમાં સુરક્ષા અને શાંતિને લઇને કેન્દ્ર સરકારને તમામ દાવા ફેલઃ હાર્દિક પટેલ

અમદાવાદ, જમ્મુ કાશ્મીર હવે ફરીથી આતંક અને હત્યાઓના માહોલ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૪૦ કલાકમાં ૫ હત્યાની ઘટનાઓ સામે આવી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે આતંકવાદીઓએ સરકારી શાળામાં ઘૂસીને સતિન્દર કૌર અને દિપકચંદ્ર નામના બે શિક્ષકોની હત્યા કરી નાંખી હતી.

આ ઘટનાથી આતંકવાદીઓને ફરીથી તાકાત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. બે શિક્ષકોની હત્યા કરીને આતંકવાદીઓ એ સંદેશો આપવા માગે છે કે, તેઓ ફરીથી ઘાટીમાં એક્ટીવ થઇ ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં ફરીથી વધી રહેલી આતંકવાદની પ્રવૃત્તિ બાબતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કેન્દ્ર સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા.કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું કહેવું છે કે, કાશ્મીરમાં સુરક્ષા અને શાંતિને લઇને કેન્દ્ર સરકારને તમામ દાવા ફેલ. જમ્મુ કાશ્મીરમાં શાંતિના કેન્દ્ર સરકરના દાવા પૂર્ણ રીતે હવા હવાઈ થઇ ગયા છે. શ્રીનગરના સંગમ ઇદગાહ સ્કૂલના પ્રિન્સીપાલ સતિન્દર કૌર એક મીટીંગ લઇ રહ્યા તે સમયે આતંકવાદી આવે છે અને તે ત્યાં હાજર રહેલા લોકોની પાસેથી તેમનું ઓળખ પત્ર માગે છે.

દીપકજી અને સતિન્દર કૌરજી હિન્દુ અને શીખ હતા. તેમને અલગ કરીને ગોળી મારી દેવામાં આવે છે. જાતી અને ધર્મના નામ પર આપણા હિન્દુ અને શીખ ભાઈ બહેનોને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. એ પણ ત્યારે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં પૂરી રીતે કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે.

તો શું નોટબંધી અને રાજ્યના વિભાજન સમયે આતંકનો ખાતમો કરવાના દાવા કરતી કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી હતી? જ્યારે યુરોપ અને અન્ય દેશના પ્રતિનિધિઓને સરકાર જમ્મુ કાશ્મીર લઈ જઈ ચૂકી છે તો વિપક્ષના નેતાઓને ત્યાં જવાની મંજૂરી કેમ નથી આપવામાં આવતી? ક્યા સુધી આપણા ભાઈ બહેનો ડરના ઓછાયા હેઠળ જીવતા રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.