Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના રતલામમાં વિધર્મીઓને ગરબા પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ

રતલામ, મધ્ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો પ્રવેશ રોકવાની માગણી કરી છે અને તેના પોસ્ટર્સ પણ છપાવ્યા છે.

વિહિપ ધર્મ પ્રસારના જિલ્લા મંત્રી ચંદન શર્માના કહેવા પ્રમાણે ‘ઘણી વખત ગરબા પંડાલોમાં અનિચ્છનીય તત્વો ઘૂસી જાય છે જેથી અમારી માતા-બહેનોને મુશ્કેલી થાય છે. ધર્મ વિશેષમાં મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે તો પછી માતાના પંડાલોમાં તેમનું શું કામ? તેમ છતાં જાે તેમને ગરબામાં આવવું ગમતું હોય તો તેમના ઘરની મહિલાઓ પાસે પણ ગરબા કરાવે. જાે કાશ્મીરમાં આઈડી જાેઈને શિક્ષકોને માર્યા છે તો અમે પણ આઈડી જાેઈને બિન-હિંદુઓનો પ્રવેશ રોકીશું.’

હાલ શહેરના ગરબા પંડાલોમાં આવા પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ તેનો પ્રસાર કરવામાં આવશે. તે સિવાય કાર્યકરોને પણ ગરબા પંડાલોમાં તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ ગરબા પતે ત્યાં સુધી પંડાલોમાં જ રહે છે.

વિહિપ ધર્મ પ્રસાર કાર્યકરોના કહેવા પ્રમાણે બિન-હિંદુઓ પોતાની ધાર્મિક માન્યતામાં હિંદુ રિવાજાેને નથી માનતા, તો તેમણે ગરબા પંડાલોમાં પણ ન આવવું જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.