Western Times News

Gujarati News

રામોલમાં બે રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે ઝડપાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં બે અલગ અલગ બનાવોમાં બે શખ્શોને કુલ ૪ પિસ્તોલ અને ૧૦ કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા છે જેમાંથી એક શખ્શ ખુન કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર મચેલો હતો જયારે બીજાે માદક પદાર્થોના ગુનાનો રીઢો આરોપી છે.

ક્રાઈમબ્રાંચના પીઆઈ પી.બી. દેસાઈની ટીમને ખુન કેસમાં પેરોલ જમ્પ આરોપી સંજય ઉર્ફે પંડીત બાબુલાલ વ્યાસ (ઉસ્માનપુરા, વાડજ) રામોલ આવવાનો હોવાની બાતમી મળી હતી જેના આધારે તેને ઝડપી લેવાયો હતો. તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તથા દેશી પિસ્તોલ ઉપરાંત આઠ કારતુસ મળી આવ્યા હતા જેની કિંમત ર૦,પ૦૦ રૂપિયા છે.

પુછપરછમાં સંજય વર્ષ ર૦૧૮માં પોતાના સાગરીતો કામિનિદે, નરેશ મકવાણા તથા ગોવિંદ મકવાણા સાથે મળી અખિલ બુંદેલાનું વાડજમાં ખુન કર્યું હતું જેમાં સાબરમતી જેલમાં હતો દોઢ વર્ષ પહેલાં પેરોલ જમ્પ કરી વતન રાજસ્થાન ગયો હતો તેને મારામારી તથા હત્યાના પ્રયાસમાં ઘણી દુશ્મનાવટો થતાં જયપુર નજીક આવેલા મીંણા ભગલઈ ગામમાંથી ગણપણ મીંણા પાસેથી સ્વબચાવ માટે હથિયારો ખરીદ્યા હતા.

આ દરમિયાન રૂપિયાની જરૂર પડતાં તે અમદાવાદ આવ્યો હતો અને રામોલ સુંદરમ આવાસ યોજનામાં રહેતા સાગરીત કામિનિદે પાવૈયાને મળવા આવતા ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો હતો સંજય વિરૂધ્ધ ૧૭ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

જયારે પી.આઈ એચ.એમ વ્યાસની ટીમને માહીતી મળી હતી કે વસ્ત્રાલ ચાર રસ્તા રીંગ રોડ નજીક એક શખ્સ ગેરકાયદેસર હથિયારો લઈને ઉભો છે જેના આધારે તેને ઝડપી લઈ તપાસ કરતા તેનું નામ સુવાલાલ શાંતિલાલ પાવરા હોવાનું ખુલ્યું છે.

મૂળ મધ્યપ્રદેશનો સુવાલાલ હાલમાં મહારાષ્ટ્રના ધૂલીયા જીલ્લામાં રહે છે તેની પાસેથી એક પિસ્તોલ, એક રીવોલ્વર અને બે કારતુસ મળી આવ્યા હતા.

સુવાલાલની પુછપરછમાં નફો કમાનવવાના આશયથી તેણે આ હથિયારો ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તે રાજસ્થાન તથા પંજાબમાં એનડીપીએસના ગુનાઓમાં ઝડપાઈ ચુકયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.