Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના ૨૧ નવા કેસો સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસ એક અંક સુધી પહોંચીને ફરી એકવાર દ્વિઅંકી થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાના ૨૧ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૮ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૮,૧૫,૮૯૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

આજે કુલ ૩,૭૪,૭૪૫ રસીના ડોઝ અપાયા હતા. જેના કારણે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૬ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં હાલમા કુલ ૧૮૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૧૮૦ નાગરિકો સ્ટેબલ છે.

૮,૧૫,૮૯૦ નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૬ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૬, નવસારીમાં ૩, સુરત ૩, જૂનાગઢ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ અને ખેડા, રાજકોટ કોર્પોરેશન, વડોદરા, વડોદરા કોર્પોરેશન અને વલસાડમાં ૧-૧ કેસ સામે આવ્યા છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૩,૭૪,૭૪૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨૦ ને પ્રથમ જ્યારે ૪૮૨૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૪૭૭૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૭૩૧૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૦૬૬૩૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૫૫૩૩૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૫૪,૦૧,૦૬૩ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.