Western Times News

Gujarati News

પ્રમિકાની હત્યા કરીને બાળકને ત્યજી દીધો, બાદમાં પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો

અમદાવાદ, ગાંધીનગરમાં ૭ દિવસ પહેલાં સ્વામિનારાયણ ગૌશાળામાંથી પિતા દ્વારા ત્યજી દેવાયેલો ૧૦ માસનો બાળક સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. ગુરુવાર રાતથી અત્યારસુધીમાં શિવાંશને મળવા માટે કોર્પોરેટર તેમજ ગૃહમંત્રી સહિત અસંખ્ય લોકો આવી રહ્યા છે.

પરંતુ બાળકનો ચહેરો તેની માતાને જાેવા માટે તરસી રહ્યો હોય એવાં દૃશ્યો જાેવા મળ્યાં છે, ત્યારે સંરક્ષણગૃહના ડોકટરના જણાવ્યા અનુસાર જાે આવું જ રહ્યું તો શિવાંશ ટ્રોમામાં જઈ શકે છે.

હાલમાં બાળકની જવાબદારી કોને સોંપાશે એની ચર્ચાઓ ચાલી રહી છે. એ વચ્ચે બાળકની તબિયતને લઈને ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી.

સંરક્ષણગૃહમાં આવેલા ડોક્ટરે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી બાળક અલગ-અલગ લોકોને મળી રહ્યું છે. તે પોતાની માતા પાસે નથી એવું પણ જાણે છે, એમ છતાં નવા લોકોને મળતી વખતે તેમનામાં કોઈ હાવભાવ દેખાતા નથી. હાલની સ્થિતિને જાેતાં બાળક મેન્ટલી રીતે ટ્રોમામાં જઈ શકે છે. બાળક કોઈપણ વસ્તુમાં હાવભાવ કરતું નથી, તે બોલી પણ શકતું નથી, પરંતુ મનમાં બધું ફીલ કરે છે.

હાલમાં બાળકને જાેઈને એવું જ લાગે છે કે તેને મળવા આવનારા તમામમાં તે પોતાની માતાને શોધી રહ્યો છે. બાળક મસ્તી કરતો તેમજ તેની માતા મહેંદીના હાથ સાથે જમતો જાેવા મળે છે, પરંતુ હાલમાં સંરક્ષણગૃહમાં શિવાંશ એકદમ શાંત થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે તે રડતો પણ નથી.

સામાન્ય રીતે ૧૦ મહિનાના બાળકની માતા થોડો સમય પણ તેનાથી દૂર હોય તો તે રડવા લાગતો હોય છે, પરંતુ બાળક તેની માતાથી ૭ દિવસથી દૂર હોવા છતા તેના દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આવતાં ડોક્ટરોએ તેની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આખું ગુજરાત જ નહીં, દેશ-દુનિયામાં બાળકના હસતા ચહેરાને કોઈ ભૂલી નહીં શકે,

પણ તે હાલ મા-બાપ વિનાનો નોધારો થઈ ગયો છે. માતાની હત્યાના આરોપમાં પિતા પોલીસ રિમાન્ડ પર છે. જ્યારે માતા હવે દુનિયામાં નથી રહી અને બાળક બાળ સંરક્ષણગૃહમાં છે. હવે કાયદાકીય બાબત અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે. આ અંગે ગાંધીનગર જિલ્લાના ડીએસપી ખાસ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બાળકને ત્યજીને સચિન તેની પહેલી પત્ની સાથે શોપિંગ મોલમાં ખરીદી કરવા ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.