Western Times News

Gujarati News

ગરૂડેશ્વર પોલીસે એરવાલ્વ તથા ટીવાલ્વની ચોરીનો ભેદ ઉકેલયો

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) હાલમાં ચાલતા નવરાત્રીના તહેવાર સબબ નર્મદા જિલ્લામાં મિલ્કત વિરોધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા સારૂ શંકાસ્પદ વાહનો તથા શંકાસ્પદ ઈસમોને ચેક કરવા ઈન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક પિયુષ પટેલ

વડોદરા વિભાગ વડોદરા તથા હિમકર સિંહ સાહેબ પોલીસ અધીક્ષક નર્મદાનાઓની સુચના તેમજ ના પો.અધિ. વાણી દુધાત સાહેબનાઓની દોરવણી હેઠળ મિલકત વિરોધી ગુનાઓ નેસ્તોનાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લ નાઓના સુપરવિઝન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે પો.સ.ઈ એમ.આઈ.શેખ તથા ડી-સ્ટાફ સતત કાર્યરત હોય

દરમ્યાન ગઈ તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ અખ્તેશ્વર ગામ પાસેથી એક છોટાહાથી વાહન નં ય્ત્ન-૦૧ -૮૨-૬૨૯૧ માં શંકાસ્પદ હાલત માં લોખંડના એરવાલ્વ તથા ટી વાલ્વ ભરેલ હાલતમાં મળી આવતા સદર વાહનનાં ચાલક રોહીતપંડીત સર્વેશપંડીત મિશ્રા ઉ.વ ૨૭ રહે હાલ મદનઝાપા ફળીયા તા.નસવાડી જી. છોટાઉદેપુર મુળ રહે મિશ્રનપુર્વા તા.સરાહ જી.ફરુખા બાદ (ઉ.પ્ર) વાળા પાસે સદર હુ મુદ્દામાલના આધાર પુરાવા,બીલ માંગ્યા હતા.

સદર હું મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય મુદ્દામાલ ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતો સદર હું મુદ્દામાલ ની કિ.રૂ ૪૨,૦૦૦/- તથા છોટાહાથી વાહન કિ.રૂ ૦૧,૦૦,૦૦૦- કુલ રૂ ૦૧,૪૨,૦૦૦/ ગણી સી.આર. પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ તેમજ આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧ (ડી) મુજબ અટક કરવામાં આવેલ

અને આરોપીની પુછપરછ દરમ્યાન પોતે આ મુદ્દામાલ મહેન્દ્ર કનુભાઈ તડવી ઉ.વ ૨૯ રહે નિશાળ ફળીયુ અખ્તેશ્વર તા.ગરૂડેશ્વર જી.નર્મદા વાળા પાસે થી લીધેલ હોવાનું જણાવતા મજકુર મહેન્દ્રભાઈ કનુભાઈ તડવી ને પકડી તા.૦૯/૧૦/૨૦૨૧ ના ૬.૧૪૪૦૦ વાગ્યે સી.આર. પી.સી કલમ ૪૧ (૧) (ડી) મુજબ અટક કરી તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતે આ એર વાલ્વ તથા ટી વાલ્વ ખડગદા ગભાણા,

ધાવડી વિસ્તારના ખેતરો માં આવેલ સરકારી સિંચાઈ માટેની પાણીની પાઈપ લાઈનો માંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે જેથી કેવડીયા પો.સ્ટે ગુ.ર.ન પાર્ટ ૧૧૧૮૨૩૦૧૪૨૧૦૨ ૨૯/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૭૯, ૪૨૭ તથા ડેમેજીસ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ ૩,૭ મુજબ નો ગુનો ડીટેકટ થયેલ છે.આમ પોલીસ અધીક્ષક નર્મદા નાઓ ની સુચના અનુસંધાને ગરૂડેશ્વર પોલીસ સ્ટાફ નાઓએ મિલકત વિરોધી ગુના નેસ્તોનાબુદ કરવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા પ્રયત્નશીલ છે.

આ સમગ્ર પ્રકરણમાં કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ ઃ (૧) એમ.આઇ.શેખ પોલીસ સબ ઈન્સ ગરૂડેશ્વર પો.સ્ટે (૨) એ.એસ.આઈ મણીલાલ ભાઈ શામળભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે (૩) અ.લો.ર સુનીલભાઈ અરશીભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે (૪) અ.લો.ર વિરમભાઈ અજાભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે (૫) અ.લો.ર શીવાભાઈ નાગજીભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે (૬) અ.લો.ર વિનયભાઇ કેશરભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે (૭) અ.લો.ર પ્રવિણભાઈ રાવતાભાઈ ગરૂડેશર પો.સ્ટે (૮) વુ.લો.ર રાજેબેન સુનીલભાઈ ગરૂડેશ્વર પો.સ્ટે વિગેરે કર્મચારી ઓ સામેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.