Western Times News

Gujarati News

ચોટીલા-ખરેડીમાંથી ર૦૯ કિલો અફીણના ડોડવા સાથે ર પકડાયા

વઢવાણ, સુરેન્દ્રનગર પોલીસે ચોટીલા શહેર અને પંથકના ખરેડી ગામેથી માદક પદાર્થ અફીણના ડોડવાનો મોટો જથ્થો સંઘરાયેલો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. દરમ્યાન પોલીસે રૂા.૬,ર૯,૪૦૦ની કિંમતના ર૦૯ કિલો અફીણના પોષ ડોડવા સાથે બે શખ્સની અટક કરીને તપાસ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગર અસઓજીના પીઆઈ બી.એમ.રાણા સહિતની ટીમને ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં રમજાનના મકાનમાં અફીણના ડોડવાના જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી. દરમ્યાનમાં પોલીસે દરોડો પાડતા રમજાને મહમ્મદ હળવાળા નામના શખ્સના મકાનમાંથી રૂા.પ,૮૧,૪૦૦ની કિંમતના અફીણના પોષના ડોડવા ૧૯૩ કીલો હાથ લાગ્યા હતા. પોલીસે રમજાનની અટક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્યારે ચોટીલા તાલુકાના ખરેડી ગામે પણ અફીણના પોષ ડોડવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીને આધારે પોલીસ દરોડો પાડ્‌તા હરેશ મોદા ગૌડા તેમના મકાનમાંથી રૂા.૪૮ હજારની કિંમતના ૧૬કિલો ડોડવા પકડાઈ ગયા હતા. આમ, અત્યાર સુધીમાં અફીણના ડોડવા પકડવાનો આ પ્રથમ કિસ્સો મનાઈ રહ્યો છે.

આવા માદક પદાર્થના વેચાણ સાથે કોણ કોણ સંડોવાયેલુ છે કેટલી કિંમતે વેચવામાં આવે છે કેટલા સમયથી આ નેટવર્ક ચાલી રહ્યુ છે વિગેરેે બાબતોએ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.