Western Times News

Gujarati News

GST બિલ બનાવ્યા બાદ ૪૮ કલાક પછી ઈ-વે બિલ બનશે નહિં

અમદાવાદ, તાજેતરમાં જીએસટી નેટવર્ક દ્વારા જીએસટી ઈ-ઈનવોસ બનાવ્ય્‌ બાદ ઈ-વે બિલ બનાવવામાં મોડું કરવામાં આવશે તો ઈ-વે બિલ જનરેટ થશે નહી. કાયદામાં આવી કોઈ જાેગવાઈ ન હોવા છતાં નેટવર્ક દ્વારા સોફટવેરમાં ચેન્જ કરાતા કરદાતાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અત્યાર સુધી જીએસટીમાં ઈ-ઈનવોઈસ બનાવી માલ મોકલવાનો હોય ત્યારે ઈ-વે બિલ બનાવી શકાતું હતું. પરંતુ રાતોરાત જીએસટી નેટવર્ક દ્વારા ઈ-ઈનવોઈસ બનાવ્યા પછી બે દિવસ બાદ તેનું ઈ-વે બિલ બનાવવાની સગવડ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધ કરી દેવાઈ છે.

જાે ઈનવોઈસ ૪૮ કલાક પહેલાનું હોય તો તેનું ઈ-વે બિલ બની શકતું નથી. સામાન્ય રીતે કાયદામાં આવી કોઈ સમયમર્યાદાની જાેગવાઈ કરાઈ નથી. કાયદા મુજબ જયારે કોઈ માલ ડિસ્પેચ કરવાનો હોય ત્યારે ઈ-વે બિલ બનાવવાનું હોય છે.

આમ કાયદામાં કે સરકાર દ્વારા આવો કોઈ નિયમ ન હોવાથી જીએસટી નેટવર્ક દ્વારા સુધારો કરી આવો પ્રતિબંધ મૂકી દેવાયો છે. આમ ઘણા બધા કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે ઈન-ઈનવોઈસ ઓફિસથી બનતું હોય અને ઈ-વે બિલ ફેકટરીથી બનતું હોય

તેવા કિસ્સામાં ઘણી વખતે ફેકટરીથી કન્ટેનર કે વાહનની સગવડ ન હોય ત્યારે ઈ-વે બિલ માલ નીકળે ત્યારે બનાવવામાં આવતું હોય છે. તેવા કિસ્સામાં જીએસટી કરદાતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાયદામાં જાેગવાઈ ન હોવા છતં આવો પ્રતિબંધ મૂકીને સોફટવેરમાં સુધારો કરીને કરદાતાને મુશ્કેલીમાં મુકવાનું કામ જીએસટી નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.