Western Times News

Gujarati News

મણિનગર રેલવે યાર્ડમાંથી મળેલી બાળકીને 10 વર્ષ બાદ પણ હજુ માતા પિતા મળ્યા નથી

One child goes missing every eight minutes

પ્રતિકાત્મક

મણિનગર રેલવે યાર્ડમાં ટ્રેનના કોચમાંથી આઠ મહિનાની બાળકી મળી આવી હતીઃ દસ વર્ષ થઇ ગયા પરંતુ પોલીસ બાળકીના માતા પિતાને શોધી શકી નથી

અમદાવાદ, આજે ભૂમિ દસ વર્ષની થઇ ગઇ છે. જેણે એક એવા દંપતીને સંતાન સુખ આપ્યુ છે કે જે ક્યારેય માતા પિતા બની ન શકે. વાત છે વર્ષ ૨૦૧૧ની. જ્યારે મણિનગર રેલવે યાર્ડમાં રહેલાં ટ્રેનના ડબ્બામાં એક બાળકના રડવાનો અવાજ આવતો હતો ત્યારે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓને એક આઠેક મહિનાની બાળકી મળી હતી.

જેનું નામ લકોએ ભૂમિ પાડ્યુ હતુ. આજે ભૂમિ દુનિયાના કોઇ પણ ખૂણે ખુશ છે પરંતુ તેનાં જન્મ દેનાર માતા પિતા કોણ છે તે રહસ્ય હજુ સુધી ઉકેલી શકાયું નથી.

હાઇટેક યુગમાં આજે સોશિયલ મીડિયા એટલું બધું ફાસ્ટ હોય તો સોશિયલ મિડીયા સૌથી મોટુ પ્લેટફોર્મ છે. ગાંધીનગરના પેથાપુર ખાતે મળી આવેલા બિનવારસી બાળકના કેસમાં પણ પોલીસ, મીડિયા તેમજ સોશિયલ મીડિયાએમહત્વની ભૂમિકા ભજવી છે અને માત્ર વીસ કલાકમાં બાળકના માતા પિતા કોણ છે અને તેને ત્યજી દેવા પાછળનું રહસ્ય શું છે તે શોધી કાઢવામાં આવ્યું છે.

ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલા બાળકનું નામ લોકોએ સ્મિત રાખ્યું હતું પરંતુ તેનું સાચું નામ શિવાંશ છે અને તેના માતા પિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઇ છે. શિવાંશની માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચીન દિક્ષીત હોવાનું ખુલ્યું છે.

સચીન અને મહેંદીના બે વર્ષના સહજીવન બાદ શિવાંશનો જન્મ થયો હતો અને ત્યાર બાદ સચીને મહેંદીની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. આ પ્રણય ત્રિકોણમાં બે પરિવાર ખેદાનમેદાન ઇ ચુક્યા છે. મહેંદીનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે

અને પિતા સચીનને જેલમાં જવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સચીનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોંધારા બની ચુક્યા છે. શિવાંશને ત્યજી દેવાથી લઇને તેની માતા સુધી થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં પોલીસને સફળતા મળી છે.

આજથી દસ વર્ષ પહેલા મણિનગર રેલવે યાર્ડમાં ઊભેલી એક ટ્રેનના કોચમાં મળી આવેલી સાતથી આઠ મહિનાની બાળકીના કેસમાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. આ સિવાય પણ હજારો બાળકો એવા છે જેમને જન્મ લેતાંની સાથે જ ત્યજી દેવામાં આવે છે. તેમનાં પણ માતા પિતાને પોલીસ શોધી શકી નથી. રેલવે યાર્ડમાં મળી આવેલી બાળકીનું નામ લોકોએ ભૂમિ રાખ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.