Western Times News

Gujarati News

શહીદ ગજ્જન સિંહના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા

જલંધર, સોમવારની સવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન દેશના પાંચ જવાન શહીદ થઈ ગયા. પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન એક જૂનિયર કમીશંડ અધિકારી સિવાય ચાર અન્ય જવાન શહીદ થયા હતા.

આ જવાનોના નામ જસવિંદર સિંહ, મનદીપ સિંહ, સરજ સિંહ, ગજ્જન સિંહ અને વૈશાથ એચ છે. સેનાએ તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને ૨૪ કલાકમાં આ જવાનોની શહીદીનો બદલો લીધો છે. સેનાએ પાછલા ૨૪ કલાકની અંદર ૩ ઓપરેશન હાથ ધરીને કુલ પાંચ આતંકવાદીઓને ઢેર કર્યા છે.

આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા ગજ્જન સિંહ પંજાબના રુપનગરમાં પરચંદા ગામના રહેવાસી છે. ગજ્જન સિંહ સેનાની ૨૩ સિખ રેજિમેન્ટમાં તૈનાત હતા. ચાર મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. તેમના પત્નીનું નામ હરપ્રીત કૌર છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આવતીકાલે એટલે કે ૧૩મી ઓક્ટોબરના રોજ તે ૧૦ દિવસની રજા લઈને ગામ આવવાના હતા, પરંતુ દુર્ભાગ્યવશ હવે તેમનો પાર્થિવ મૃતદેહ ઘરે આવશે. ચાર મહિના પહેલા જ્યારે ગજ્જન સિંહના લગ્ન થયા હતા ત્યારે તે પોતાની જાનમાં ખેડૂતોનો ધ્વજ લઈને ગયા હતા.

લોકો જણાવે છે કે, ગજ્જન સિંહ પોતાની દુલ્હન હરપ્રીત કૌરને ટ્રેક્ટર પર લઈને આવ્યા હતા. ગજ્જન સિંહ પોતાના ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના ત્રણ મોટા ભાઈ ખેતીનું કામ કરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શહીદ ગજ્જન સિંહનો પાર્થિવ દેહ આજે તેમના ગામ પરચંદામાં પહોંચશે. તેમના માતાને હજી પણ દીકરાની શહીદી વિષે જાણકારી આપવામાં નથી આવી, કારણકે તે બીમાર છે.

કાશ્મીરમાં સોમવારે સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે જાેરદાર અથડામણ થઈ હતી. જેમાં આપણાં પાંચ જવાનો શહીદ થયા હતા. સુરનકોટના પીર પંજાલમાં કેટલાંક આતંકીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.

બાદમાં સેનાએ આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ એ સમયે એક ચૂંક આપણને ભારે પડી ગઈ. પાકિસ્તાનથી ભારતીય સીમામાં દાખલ થયેલા આતંકીઓ પાસે એટલો બધો દારૂગોળો હતો કે તેનો અંદાજ આપણા જવાનો લગાવી શક્યા નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.