Western Times News

Gujarati News

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪૩૧૩ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યમાં ઘટાડો સતત જારી છે કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મતે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૪ હજાર ૩૧૩ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૮૧ લોકોનાં મોત થયા છે. જ્યારે આજે નવા કેસની સામે ૨૯ હજાર ૫૭૯ લોકો સાજા થઈને પરત ઘરે ગયા છે. કોરોનાની બીજી લહેર માર્ચ મહિનાથી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધીના આ સૌથી ઓછા કેસ છે.

આ આંકડા મુજબ દેશમાં હાલમાં ૨ લાખ ૧૪,૯૦૦ દર્દીઓ કોરોના વાયરસના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે જ્યારે અત્યારસુધીમાં ૩૩ લાખ ૨૦ હજાર ૫૭ લોકો સાજા થયા છે. જાેકે, દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે સરકારી ચોપડે ૪ લાખ ૫૦ હજાર ૯૬૩ લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે.

સ્વાસ્થ્યમંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં એક્ટિવ કેસમાં ૧૨ હજાર ૪૪૭ કેસની ઘટ થઈ છે. અત્યારસુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩ કરોડ ૩૯ લાખ ૮૫ હજાર ૯૨૦ થઈગઈ છે. આઈસીએમઆરના મતે અત્યારસુધીમાં દેશમાં ૫૮ કરોડ ૫૦ લાખ, ૩૮ હજાર ૪૩ સેમ્પલ્સની તપાસ કરવામાં આવી ચુકી છે.

સોમવારે દેશમાં ૫૯ લાખનું રસીકરણ થયુ છે. સોમવારના સાંજના આંકડા મુજબ ગુજરાતમાં ૨૧ નવા કેસ અને શૂન્ય મૃત્યુ નોંધાયા છે. જ્યારે પંજાબ હરિયાણામાં ૨૬ કેસ છે જેમાં હરિયાણાના ૭ અને પંજાબના ૧૯ કેસનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં પણ અત્યારસુધીના સૌથી ઓછઆ ૧૭૩૬ નવા કેસ નોંધાયા છે.

જ્યારે મુંબઈમાં આ કેસનો આંકડો ૫૦૦ની નીચે ગયો છે. જે અત્યારસુધીના સૌથી ઓછા કેસ છે. સોમવારે દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે.કેરળમાં નવા ૬૯૯૬ કેસ નોંધાયા છે જ્યારે ૮૪ દર્દીઓનાં મોત થયા છે. તેની સામે રાજ્યમાં મૃતકોની સંખ્યા ૧૦,૬૯૧એ પહોંચી છે. આંધ્રપ્રદેશમાં નવા ૩૧૦ કેસ અને બે મોત નોંધાઈ છે. તેલંગાણામાં નવા ૧૮૩ કેસ નોંધાયા છે જ્યારે બે મોત થઈ છે. આસામમાં નવા ૨૭૦ કેસ નોંધાયા છે અને પાંચ મોત થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.