Western Times News

Gujarati News

૧૦ દિનમાં CNGના ભાવમાં ૫.૧૯ રૂપિયાનો તોતિંગ વધારો

અમદાવાદ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, બન્નેની કિંમત ૧૦૦ને પાર જતી રહી છે, આવામાં સીએનજી પર નિર્ભિત વાહનચાલકોને પણ ભારે ફટકો પડી રહ્યો છે. કારણે કે માત્ર ૧૦ દિવસની અંદર જ સીએનજીના ભાવમાં ૫.૧૯નો તોતિંગ વધારો થયો છે.

સીએનજીના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે સૌથી મોટો ફટકો રિક્ષા ચાલકોને પડી રહ્યો છે જેના લીધે ભાડામાં પણ વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ મામલે આગામી દિવસોમાં કોઈ મહત્વનો ર્નિણય લેવામાં આવી શકે છે. પેટ્રોલના ભાવમાં વધારો થતા વાહનોમાં મોંઘી સીએનજી કીટ પાછળ ખર્ચો કરનારા લોકોને પણ પસ્તાવાનો વારો આવ્યો છે.

સીએનજીના ભાવમાં ૨ ઓક્ટોબરના રોજ ૨.૫૬ રૂપિયાનો વધારો થતા ભાવ ૫૮.૮૬ રૂપિયા પર પહોંચી ગયો હતો. આ પછી તેમાં ૬ ઓક્ટોબરે ૧ રુપિયાનો અને ૧૧ ઓક્ટોબરે ૧.૬૩ રૂપિયાનો વધારો થતા સીએનજીની કિંમત ૬૦ રૂપિયાને પાર કરીને ૬૧.૪૯ રૂપિયે પહોંચી ગયા છે.

આ માત્ર ૧૦ દિવસના ટૂંકાગાળામાં જ ૫.૧૯ રૂપિયાનો જંગી વધારો થઈ ગયો છે. હવે આ મામલે રિક્ષાચાલક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને મળીને રિક્ષાના ભાડામાં વધારો કરવાનો ર્નિણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં મિનિમમ ભાડું ૧૫ રુપિયાથી વધારીને ૨૦ રૂપિયા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પછી દર કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૦થી વધારે ૧૫ રુપિયા કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. જાેકે, આ મુદ્દે આગામી સમયમાં વાત કરવા માટે અલગથી મળવાની ખાતરી આપવામાં આવી હતી, જાેકે, હવે રિક્ષાચાલક એસો.ની ફરી મુલાકાત ના થતા નારાજગી જાેવા મળી રહી છે.

આ સિવાય જાે રિક્ષાચાલકોની માગણીને સાંભળવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી, જાેકે, હવે ટૂંક સમયમાં સરકારે રિક્ષાચાલક એસોસિએશનને મળીને કોઈ મહત્વનો ર્નિણય લઈ શકે છે. એટલે કે જાે રિક્ષાચાલકોની માગણી પ્રમાણે ઓછામાં ઓછા ભાડામાં વધારો કરાશે કે તે પછી દર કિલોમીટરના ભાડામાં વધારો ઝીંકાશે તો મધ્યમ અને ગરીબ વર્ગની કમર ફરી ભાંગી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.