Western Times News

Gujarati News

અડધી સજા પુરી કરી ચુકેલા કેદીઓને મુકત કરવાની વિચારણા

* સર્વોચ્ચ અદાલતનો ફેંસલો: વિસ્તૃત દિશા-નિર્દેશ જારી: જેલ અધિક્ષકે લીગલ સમિતિને લીસ્ટ મોકલવુ પડશે: તે સરકારમાં દરખાસ્ત કરશે

નવી દિલ્હી, અપીલોમાં વિલંબ ઢીલને કારણે જેલોમાં કેદીઓની ભીડને હળવી કરવા માટે અડધી સજા પુરી કરી ચુકેલા કેદીઓને મુકત કરવાની વિચારણા કરવા સર્વોચ્ચ અદાલતે સુચવ્યુ છે. સુપ્રિમ કોર્ટે આદેશમાં એમ કહ્યું કે પોતાના ગુન્હાહીત કૃત્ય પર પસ્તાવો ધરાવતા હતા.

તેઓને ફટકારાયેલી સજા યોગ્ય હોવાનું માનતા કેદીઓ લેખીતમાં આશ્વાસન આપે તો બાકીની અર્ધી સજા માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે અને તેઓને જેલમુકત કરી શકાય છે. ત્રણ, પાંચ, સાત, દસ કે વીસ વર્ષની સજા પામેલા આવા કેદીઓને માફી આપવા માટેનો નિર્ણય લેવા અદાલતે નિયત સમય મર્યાદા પણ નકકી કરી છે. સાથોસાથ વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કર્યા છે.

જીલ્લા જેલ અધિક્ષક અર્ધી સજા ભોગવી ચુકેલા કેદીઓનું લીસ્ટ તૈયાર કરીને જીલ્લા લીગલ સેવા સમિતિને સોંપે અને તેના દ્વારા સમિતિએ સરકારને દરખાસ્ત કરવાની રહેશે. રાજય સરકારોએ નિયત સમયમાં આ દરખાસ્તો પર નિર્ણય કરવાનો થશે.આ યોજના અંતર્ગત સજા માફી મેળવનારા કેદીઓએ અદાલતમાંથી અપીલો પાછી ખેંચી લેવાની રહેશે. સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ એસ.કે.કૌલ તથા એમ.એમ.સુંદરેશની બેંચે આવેશમાં કહ્યું

કે દિલ્હી તથા છતીસગઢ હાઈકોર્ટનાં પેન્ડીંગ કેસો આધારીત પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવે. જાન્યુઆરી 2022 સુધીમાં અદાલત સમક્ષ રીપોર્ટ પેશ કરવામાં આવે. કેદીઓ પાસેથી બળજબરીપૂર્વક એકરારનામા લખાવવાનો ઉદેશ નથી કે તેઓને સજા સામે અપીલ કરવાનો અધિકાર ખત્મ કરવાનો પણ ઈરાદો છે.

સમગ્ર યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છીક રહેશે. આ ઉપરાંત જન્મટીપની સજા પામેલા કેદીએ જેલમાં આઠ વર્ષ વિતાવી લીધા હોય તો તેમની જામીન અરજી લીગલ સમિતિ હાઈકોર્ટમાં પેશ કરશે.

16 વર્ષની સજા કાપી ચુકેલા કેદીને મુકત કરવા લીગલ સમિતિ દરખાસ્ત કરશે અને સરકારે નિયત સમયમાં નિર્ણય કરવો પડશે. કેદીઓને મુકત કરવાનાં આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ઉતરપ્રદેશ સરકારને નોટીસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે.અદાલતે કહ્યું કે ઉતરપ્રદેશ સૌથી પ્રભાવીત રાજય છે.યુપી સરકાર એક માસમાં સુચના ન આપે તો એમીકસ કયુરી વકીલ અદાલતને રીપોર્ટ કરશે. તેના આધારે મુખ્ય સચીવને તેડુ મોકલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.