Western Times News

Gujarati News

અમદાવાદના નાગરીકોને એક જ ક્લિકથી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓ સંબંધિત તમામ માહિતી

અમદાવાદ જિલ્લાની સ્વાસ્થ્ય સેવાઓનું “આશિષ” પોર્ટલ પર એકીકરણ: નાગરિકોને 

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વેબપોર્ટલ “આશિષ” વિકસાવ્યુ- હેલ્થ ઇમરજન્સીમાં હાઇરીસ્ક ગ્રુપના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આશિષ વેબપોર્ટલ : જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની સ્વાસ્થ્ય સંબંધિત નવતર પહેલના ભાગરૂપે “આશિષ” Ahmedabad approach to Strengthen Health Information System વેબપોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.

આ સાથે અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમા આરોગ્ય વિષયક  સેવાઓ સંબંધિત  આ પ્રકારનું વેબ પોર્ટલ વિકસાવવામાં પ્રથમ બન્યો છે.જિલ્લાની સ્વાસ્થય વિષયક સેવાઓનું એકીકરણ કરીને આ પોર્ટલમાં તમામ સેવાઓ સંલગ્ન માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે દ્વારા આશિષ વેબપોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ.

“આશિષ” વેબપોર્ટલના લોન્ચીંગ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ આ પોર્ટલ હેલ્થ ઇમરજન્સીમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાઇ રીસ્ક ગૃપના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંકમાં પણ આ પોર્ટલ મદદરૂપ બનશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ.

આ પોર્ટલમાં અમદાવાદ જિલ્લાના પી.એચ.સી.(P.H.C.), સી.એચ.સી (C.H.C.), અન્ય તબીબી સેન્ટર, પ્રાથમીક, દ્વિતીય અને ટર્સરી કેર સેન્ટર સહિત આકસ્મિક સ્વાસ્થય સેવાઓના સંપર્ક નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્રામ્ય સ્તરથી લઇ તાલુકા અને જિલ્લા સ્તર સુધીના તમામ આરોગ્યકર્મીઓના ડેટા અને સંપર્ક નંબરનો આ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સમયાંતરે ગંભીર બિમારી સંદર્ભે જાહેર કરવામાં આવતા નોટીફાઇટ વિસ્તારની માહિતી પણ આ પોર્ટલ પર મૂકવામાં આવશે. જે કારણોસર તે વિસ્તારના વ્યવસ્થાપનમાં સરળતા રહેશે.

આશિષ વેબપોર્ટલ હેલ્થ ઇમરજન્સી અને અન્ય આફતોમાં હાઇ રિસ્ક ગ્રુપનું સુપરવિઝન, કોમોર્બિડ દર્દીઓની દેખરેખને વધુ સરળ બનાવવામાં મદદરૂપ બનશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.