Western Times News

Gujarati News

આપણો ઈતિહાસ છે કે આપણે સદીઓ સુધી આપણા અધિકારો માટે સંઘર્ષ કર્યો છે: વડાપ્રધાન

નવીદિલ્હી, એનએચઆરસીના ૨૮માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લિધા વગરજ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. જેમા પીએમ મોદીએ કહ્યું કે અમુક લોકો એક વાત પર માનવાધિકારોનું હનન કરી રહ્યા છે. પરંતુ લોકોને બીજી વાત પર માનવાધિકારોનું હનન નથી દેખાઈ રહ્યું. વધુમાં તેમણે કહ્યું કે સિલેક્ટિવ એપ્રોચને કારણે લોકતંત્રને મોટો ખતરો છે. જેથી આવા લોકોથી તેમણે સાવધાન રહેવા અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે દુનિયા હાલમાં વિશ્વ યુદ્ધ જેવી હિંસાનો સામનો કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું ભારતે હંમેશા અધિકાર અને અહિંસાનો માર્ગ અપનાવ્યો છે. ગાંધી બાપૂને યાદ કરતા તેમણે કહ્યું કે તેમને આપણો દેશજ નહી પરંતું સમગ્ર વિશ્વ માનવાધિકારાોના પ્રતિક તરીકે જાેવે છે.

ઉપરાંત વડાપ્રધાન મોદીએ આઝાદીને યાદ કરતા કહ્યું કે ભારત માટે આઝાદી માનવાધિકારોનો મોટો સ્ત્રોત છે. સાથેજ તેમણે કહ્યું કે આપણો ઈતિહાસ છે તે આપણે સદિઓ સુધી આપણા અધિકારો માટે સંઘર્ષ કર્યો છે અને હંમેશા આપણે અન્યાય-અત્યાચારનો વિરોધ કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના સંસ્કારો અને વિચારો સાથે ચાલતો દેશ છે. સાથે ભારતે સમગ્ર વિશ્વને માનવાધિકારો સાથે જાેડાયેલા વિષય પર વિઝન આપ્યું છે. દુનિયા ભચકી છે ભ્રમિત તઈ છે તેમ છતા ભારત માનવાદિકારો પ્રત્યે હંમેશા સંવેદનશીલ અને પ્રતિબદ્ધ રહ્યો છે.

મહિલાઓને થતા ફાયદાઓ વીશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહિલાઓ માટે મહિલાઓને આજે દરેક સેક્ટરમાં કામ મળી રહે છે. તેઓ ૨૪ કલાક સુરક્ષીત કામ કરી શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. દુનિયાના મોટા મોટા દેશ પણ આવું નથી કરી શક્યા. પરંતુ ભારત આજે કરિયર વૂમનને ૨૬ અઠવાડિયાની પેડ મેટરનિટી લીવ આપે છે.

મુસ્લિમ મહિલાઓના અને ત્રિપલ તલાકના કાયદાની વાત કરતા તેમણે કહ્યું ભારતે અલગ અલગ ધર્મોમાં અલગ અલગ સ્તરે જે ઈજસ્ટિસ થઈ રહ્યા હતા તેને દૂર કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાખને લઈને ક્યારની કાયદાની માગ કપરી રહી હતી. જેથી તેના પર કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવો અધિકાર આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પીએમ મોદીએ એવું કહ્યું કે હાલ માનવાધિકારોની વ્યાખ્યાને લોકો પોત પોતાની રીતે પોતાના હિતને ધ્યાનમાં રાખીને બતાવી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે એકજ પ્રકારની અમુક ઘટનામાં અમુક લોકોને માનવાધિકારોનું હનન દેખાય છે. પરંતુ કે લોકોને બીજી કોઈ ઘટનામાં આવું નથી દેખાતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.