Western Times News

Gujarati News

૨૦૨૨માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર દુનિયામાં સૌથી વધુ હશે

નવીદિલ્હી, અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ)એ આગામી વર્ષ ૨૦૨૨માં દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના રૂપમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં સૌથી ઝડપ આર્થિક વૃદ્ધિ દર હશે.આઇએમએફ દ્વારા જાહેર કરાયેલા તાજા અનુમાન અનુસાર, ભારતની અર્થવ્યવસ્થાના વર્ષ ૨૦૨૧માં ૯.૫ ટકા અને ૨૦૨૨માં ૮.૫ ટકાના દરે વધવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન – ૭.૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. જુલાઈમાં જાહેર થયેલા છેલ્લા અનુમાન પર સ્થિર રાખવામાં આવ્યું છે, જાેકે આ એપ્રિલના અનુમાનના મુકાબલે ૧.૬ ટકા ઓછું છે.આઇએમએફ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર થયેલા તાજા ડબ્લ્યૂઈઓના અનુસાર ૨૦૨૧માં સમગ્ર દુનિયાનો વૃદ્ધિ દર ૫.૯ ટકા અને ૨૦૨૨માં ૪.૯ ટકા રહેવાનો અંદાજ છે.

અમેરિકાના આ વર્ષ ૬ ટકા અને આગામી વર્ષ ૫.૨ ટકાના દરથી વધવાનો અંદાજ છે. આ પૂર્વાનુમાન અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૧માં ૮ ટકા અને ૨૦૨૨માં ૫.૬ ટકાના દરથી વધી શકે છે. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે, તેમને જુલાઈના પૂર્વાનુમાનની તુલનામાં ૨૦૨૧ માટે વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને મામૂલી રીતે સંશોધિત કરી ૫.૯ ટકા કરી દેવામાં આવી છે અને ૨૦૨૨ માટે આ ૪.૯ ટકા પર યથાવત્‌ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.