Western Times News

Gujarati News

ટી૨૦ વર્લ્ડ કપમાં અમે ધોનીનો અનુભવ અને કોહલીની આક્રમકતાનું કોમ્બીનેશન જાેઈશું

મુંબઇ, સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર લાંસ ક્લૂઝનરનું માનવું છે કે આવનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આક્રમકતા અને ધોનીના અનુભવનું કોમ્બિનેશન જાેવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમે ધોનીની આગેવાનીમાં વર્ષ ૨૦૦૭માં પહેલા ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. આ કારણે પૂર્વ કેપ્ટન ધોનીને આવનારા ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે નિમવામાં આવ્યા છે.

આ વિશે લાંસે કહ્યું કે, ધોની જેવા ખેલાડીનું ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે રહેવું સારું છે જે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. જાેકે કોહલીનો અલગ અંદાજ છે અને કેપ્ટન્સીની રીત જુદી છે. અમે વર્લ્ડ કપમાં ધોનીનો અનુભવ અને કોહલીની આક્રમકતાનું કોમ્બિનેશન જાેઇશું. તેમની પાસે કોઇપણ ટીમની બરાબર જીતવાની આશા છે.

શું ભારત ટ્રોફી જીતી શકશે, આ વિશે પૂર્વ ક્રિકેટરે કહ્યું કે પાછલા ૧૦ વર્ષોમાં ભારતીય ટીમ ન માત્ર ઘર પર બલ્કે વિદેશોમાં પણ ટૂર્નામેન્ટમાં સફળ થઇ છે. આ તેમની ક્ષમતા છે. મારા માટે આનાથી એક મોટું અંતર પેદા થયું છે. તેમના બેટ્‌સમેનો વિદેશોમાં રન બનાવવામાં સફળ રહ્યા છે. કોણે વિચારેલું કે ભારત પાસે દુનિયાનો સર્વશ્રેષ્ઠ પેસ એટેક રહેશે. હું આ ભારતીય ટીમનું ખૂબ સન્માન કરું છું.

ધોનીની મેન્ટર તરીકેની ભૂમિકા વિશે ક્લૂઝનરે કહ્યું, આ અલગ હોય છે. આ કોચિંગ જેવું છે. તમે યોગ્ય વાતો બોલી શકો છો અને યોગ્ય રીતે તૈયારી કરાવી શકો છો. પણ આખરે વાત મેદાન પર ઉતરનારા ૧૧ ખેલાડીઓ પર ર્નિભર કરે છે. જેવી ટીમ મેદાન પર ઉતરી, તમે કોચ કે મેન્ટર તરીકે વધારે કશું કરી શકો નહીં.

પૂર્વ ક્રિકેટરે કહ્યું, તમારે ઘણાં લોકોથી આગળ વધીને જવાબદારી લેવાની સંભાવના પર ર્નિભર રહેવું પડે છે. માટે ધોનીનો અનુભવ ત્યાં રહેશે. ધોની ખેલાડીઓને બધી જાણકારીઓ આપી શકશે પણ જેવા ૧૧ ખેલાડીઓ મેદાન પર ઉતરશે, તમે પણ દર્શકોની જેમ માત્ર બહારથી જાેઇ શકો છો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.