Western Times News

Gujarati News

તમિલનાડુના ડીએમકેના સાંસદની હત્યા મામલે ધરપકડ

ચેન્નાઇ, ડીએમકે સાંસદ ટીઆરવીએસ રમેશની તમિલનાડુમાં કાજુ ફેક્ટરીના મજૂરની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. રમેશ ફેક્ટરીના માલિક છે અને તેમના પર અન્ય પાંચ લોકો સાથે મજદૂરને પરેશાન કરવાનો આરોપ છે. તમિલનાડુના કુડ્ડાલોર નજીક પનરુતિ સ્થિત કાજુ ફેક્ટરીનો છે.

ફેક્ટરીમાં કામ કરતા ૬૦ વર્ષીય મજૂર કે ગોવિંદારાસુનું ૨૦ સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમના પુત્ર જે ચેન્નાઈમાં કામ કરે છે, શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે ગોવિંદરાસુએ આત્મહત્યા કરી છે, પરંતુ જ્યારે તેના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા ત્યારે તેના દીકરાએ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી અને તપાસના પ્રાથમિક તારણો પરથી તારણ કાઢયું કે કેટલાક વિવાદને કારણે કેટલાક લોકોએ ભેગા મળીને ગોવિંદરાસુને પરેશાન કર્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોવિંદરાસુ ફેક્ટરીમાંથી કાજુની ચોરી કરતા પકડાયા હતા અને ત્યારબાદ તેને ફેક્ટરીના માલિક અને કુડ્ડાલોરના સાંસદ રમેશ અને અન્ય પાંચ લોકોએ માર માર્યો હતો.

આરોપોને નકારવા માટે તેને માર માર્યા બાદ કારખાનાના લોકો તેને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા પરંતુ પોલીસે તેમને ગોવિંદરાસુને પહેલા હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. જાે કે, તેઓ તેને ફેક્ટરીમાં પાછા લઈ ગયા, જ્યાં થોડા કલાકો બાદ તે મૃત હાલતમાં મળી આવ્યો.

રાજ્ય પોલીસના સીઆઈડી વિભાગે જે આ મામલાની તપાસ કરી રહ્યું છે, સાંસદ રમેશ, તેમના ખાનગી સચિવ, ફેક્ટરી મેનેજર અને અન્ય ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રમેશ સિવાય અન્ય પાંચ લોકોની ૯ ઓક્ટોબરે જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ રમેશ હજુ ફરાર હતો.આખરે તેણે ૧૧ ઓક્ટોબરે શરણાગતિ સ્વીકારી, ત્યારબાદ તેને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

તેની ધરપકડ પહેલા રમેશે એક નિવેદન બહાર પાડી તેની સામેના આરોપોને ફગાવી દીધા હતા અને સમગ્ર ઘટનાને “વિપક્ષનો રાજકીય પ્રચાર” ગણાવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.