Western Times News

Gujarati News

સુરતમાં પિતાએ પુત્રની હત્યા કરી મૃતદેહને લટકાવી દીધો

સુરત, સુરતમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે, હત્યા અને દુષ્કર્મ, અપહણ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં પિતા એ જ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પિતાએ ગળે ટૂંપો દઈ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેને આત્મહત્યાના ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, હત્યા બાદ પિતાએ પુત્રના મૃતદેહને પંખે લટકાવી દીધો હતો.

જાે કે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીમાં પિતાની કરતૂતમાં પર્દાફાશ થયો છે, પોલીસે મૃતકને પીએમ અર્થે ખસેડીને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જાે કે પીએમ રિપોર્ટમાં આત્મહત્યાને કારણે નહીં પરતું ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે પિતાની ઉલટ તપાસ હાથ ધરી જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો, અંતે પિતાએ જ ખુદ કબુલ્યું હતું કે ગળું દબાવીને હત્યા કરી દીધા બાદ પુત્રને પંખે લટકાવી દીધો હતો. હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં હત્યા, આત્મહત્યા, દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. દિવસે દિવસે ક્રાઈમની ઘટના વધતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ગુનેગારોમાં પોલીસનો અને કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ બેફામ ગુનાઓને અંજામ આપી રહ્યા છે, અગાઉ પણ ક્રાઈમના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.