Western Times News

Latest News from Gujarat

મ્યુનિ. એસટીપી વિભાગમાં સ્કાડાની નિષ્ફળતાના પરિણામે દુષિત થઈ રહેલ સાબરમતી

નદીમાં રોજ લાખો લીટર સુઅરેજ વોટર છોડવામાં આવી રહયુ હોવાની ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સાબરમતી નદીને પ્રદુષિત કરવામાં મ્યુનિ. કોર્પો. તથા જીપીસીબીની ભુમિકા મહત્વની છે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે જવાબદાર સરકારી વિભાગોને આડે હાથે લીધા છે જેના પરિણામે સરકારી અધિકારીઓ દોડી રહયા છે પરંતુ સબ સલામતના દાવા પણ કરી રહયા છે જયારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને નદીમાં રોજ લાખો લીટર ગંદુ પાણી છોડવામાં આવી રહયુ છે.

મ્યુનિ. કોર્પો.ના વિવિધ એસટીપીમાંથી રોજ અંદાજિત ૨૦૦ એમએલડીથી પણ વધારે અનટ્રીટેડ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ સુએજ વોટર સાબરમતીને ગંદી કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. સત્તાધીશો દ્વારા જ પ્રકૃતિને ડહોળાઈ રહ્યા હોવાનું પુરવાર થયું છે.

વિંઝોલ, વાસણા, પીરાણા તેમજ જીઆઈડીસી ટર્મિનલનું પાણી સતત સાબરમતીને ડહોળી રહ્યું છે. નદીના પ્રદૂષણ પર નજર રાખતું ગુજરાત સરકારનું જીપીસીબી ખાતુ પણ સઘળી હકીકતોથી વાકેફ હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે. એએમસી તથા જીપીસીબીના અધિકારીઓ સાથે પ્લાન્ટ ઓપરેટરની પણ મીલીભગત હોવાનું મનાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જુદા જુદા ઈન્સ્ટ્રુમેન્ટ લગાડી દર કલાકે ડેટા લેવા માટેની જાેગવાઈ મુજબ કામ કરાવી લેવાયેલ છે. પરંતુ ઈન્સ્ટ્રુમેન્ટ કાંતે બંધ હાલતમાં છે અથવા તો ખોટા રીડીંગ આપી રહ્યા છે. કમિશનર પોતે પણ સુએજ ટ્રીટમેન્ટની બાબતમાં તદ્દન નિરશતા દર્શાવી છે.

મે. ચેતાષ કંટ્રોલ પ્રા.લિ. કંપની દ્વારા એસટીપી ડિપાર્ટમેન્ટમાં SCADA (સુપરવીઝરી કંટ્રોલ એન્ડ ડેટા એકવાઈઝીસન)ની કામગીરી ૨૦૧૬ માં પૂર્ણ કરવામાં આવી હતી. લગભગ ૨૪ કરોડના ખર્ચે ચેતાષ કંપની દ્વારા કોર્પાેરેશન ઓટોમેશનની કામગીરી કરાવેલ છે. પણ હજુ મોટી સફળતા મળી નથી અને તંત્ર દ્વારા સબ સહી-સલામતના દાવા સાથે કંપનીને પૂરતુ પેમેન્ટ થઈ રહ્યું છે.

આ કામગીરીમાં જુદા જુદા સુએજ પંપીગ સ્ટેશન તથા ટ્રીટમેન્ટપ્લાટનું કંટ્રોલ રૂમમાં બેસી મોનિટરીંગ કરવા માટે હતું. જેથી કોઈપણ અધિકારી તેમજ એએમસી ઓનલાઈન માહિતી જાેઈ શકે.

ઘણીવાર જુદા જુદા ઝોન ના અધિકારીઓને પણ સુએજ ડીસ્ટ્રીબ્યુસન તેમજ પાણીના નીકાલને લગતી માહિતી એસટીપી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે નિર્ભર રહેવુ પડતુ હતું તેમજ પ્લાન્ટ ઓપરેટર દ્વારા લોગ બુકમાં ે તે સાચી-ખોટી માહિતી મોકલવામાં આવતી તેની પર નિર્ભર રહેવુ પડતુ હતું. આ તમામ મેન્યુઅલ સિસ્ટમને દૂર કરીને ઓનલાઈન કરવા માટેના ૨૪ કરોડ રૂપિયાનો ૫ વર્ષ ઓપરેશન તેમજ મેઈનટેનન્સ માટેનો કોન્ટ્રાકટ ચેતાષ કંપનીને ૨૦૧૪ માં આપવામાં આવેલો હતો.

આ કામ અંતર્ગત એસટીપી ડીપાર્ટમેન્ટ એસટીપી પ્લાનટના તથા પંપીગના ઓપરેશન કલાકો, ટોટલ ટ્રીટેડ સુએજ કવોન્ટીટી (છેલ્લા ૨૪ કલાકની), પંપીગના લેવલ વગેરે ડેટા યુઝર્સ માટે મુકવાના હતા પરંતુ જે કામ હજુ સુધી થયેલ નથી.
આ સિવાય એએમસી દ્વારા અંદાજિત ૪૫૦ કરોડના ખર્ચે ટાગોરહોલ પાસે કંટ્રોલ કમ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવેલ છે.

જે સીધુ જ કમિશનર સાહેબની દેખરેખ નીચે આવે છે. ચેતાષ તેમજ સીસીસી માટેની કંપનીને પૂરતુ પેમેન્ટ ચૂકવાઈ રહ્યુ છે. આમ, કુલ મળીને ચેતાષના ૨૪ તેમજ સીસીસી માટેના ૪૫૦ કરોડના પ્રોજેક્ટ પર પાણી ફરી વળ્યુ છે.

આ ઉપરાંત ટીઓસી મશીન પરથી બીઓડી અને સીઓડીના ડેટા મેળવી એસટીપીના ટ્રીટમેન્ટના પણ ડેટા સીસીસીમાં મોકલવાના હોય છે . પરંતુ ચેતાષ કંપની આમ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને અધિકારીઓ હંમેશા તેમની પર મહેરબાન રહ્યા છે.

સીસીસી કંટ્રોલ રૂમ દ્વારા શહેરની જુદી જુદી એપ્લીકેશન ઈન્ટીગ્રેટ કરીને એક એનાલીરીકલ ટૂલ તૈયાર કરી એબનોર્મલ કંડીશન માટે અલાર્મ મેસેજ જનરેટ કરીને સીધુ જેતે લાગતા-વળગતા ડીપાર્ટમેન્ટના એચઓડીને રૂબરૂ કરાવી હકીકત એચઓડી દ્વારા સીસીસી ને રીપોર્ટ કરવાનુ હતું પરંતુ આજદિન સુધી SCADA ની કોઈ જ એપ્લીકેશન સીસીસી સાથે ઈન્ટ્રીગેટ કરી શકાઈ નથી જેને કારણે જેતે કંપની દ્વારા પોતે જ એપ્લિકેશન બનાવી છે અને જે બતાવવામાં આવે ચે તે જ ડેટા સીસીસીમાં પણ દેખાઈ રહ્યા છે. આને લીધે હજુ સુધી SCADA દ્વારા મોનિટરીંગ કરીને સીસીસી દ્વારા કોઈ જ યથાર્થ પરિણામ મેળવી શકાયા નથી.

તંત્ર દ્વારા પૂરતું ધ્યાન અપાતું ન હોવાની કરોડોના ખર્ચે બનેલા એસ.ટી.પી.મશીનરી ખરાબ થઈ રહી છે. તેમજ એસ.ટી.પીનું આયુષ્ય ઘટી રહ્યું છે. ૧૨૫૦ એમએલડી રોજ પાણી સપ્લાય થઈ રહ્યું હોવાના તંત્રના દાવા સામે સુએજની આવક માત્ર ૭૦૦ એમએલડી અંદાજિત બતાવવામાં આવી રહી છે. તંત્રને આટલો મોટો ગેપ કયા પડે છે તે હજુ સમજાઈ નથી રહ્યું. કંપની દ્વારા એસટીપીમાં લગાડવામાં આવેલા ઈન્સ્ટ્રુમેન્ટના રીડીંગ પર પણ શંકા જણાઈ રહી છે પરંતુ કમિશ્નરને કોઈ જ રસ નથી જણાઈ રહ્યો અને હકીકત દબાવી દેવાની કોશિશ થઈ રહી છે.

૧૦૬ એમએલડી પ્લાન્ટમાં પણ જમાલપુર, બહેરામપુર અને એનએસપી પંપીગમાંથી સુએજ મળી રહ્યું છે તે તદ્દન ઈન્ડસ્ટ્રીયલ ક્વોલીટીનું છે. આ ઉપરાંત આઈપીઓ ૧૮૦ એમએલડી એસટીપી કે જે એશિયાનો સૌથી મોટો ઓટોમેશન ધરાવતો પ્લાન્ટ હતો અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં પણ કોન્ટ્રાકટર તરફ રહેમનજર રાખવામાં આવતી હોવાથી કોર્ટ કાર્યવાહી થઈ છે છતા પણ તંત્ર દ્વારા સબ સહી સલામત હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જયારે જલવિહાર એસટીપીમાં કોન્ટ્રાકટરની કરોડ રૂપિયાની પેનલ્ટી માફ કરવામાં આવી છે જેના માટે ફાઈલો ગાયબ થઈ હોવાના આક્ષેપ થઈ રહયા છે.

જીઆઈડીસી ટર્મિનલનું પાણી ટ્રીટમેન્ટ વગર જ સાબરમતીમાં ધોવાઈ રહ્યું છે. પરંતુ તેના ટ્રીટમેન્ટ માટે હજુ સુધી ઈટીપી પ્લાન્ટ માટેની કોઈ જાેગવાઈ એએમસી કે જીઆઈડીસી સત્તાધીશો દ્વારા કરાઈ નથી. જીપીસીબીના અધિકારીઓ પણ જીઆઈડીસી તેમજ ઉદ્યોગ માલિકીના દબાણ હેઠળ મૌન સેવી રહ્યા છે તેમજ એએમસી સત્તા મંડળ દ્વારા પણ ઈન્ડસ્ટ્રીયલ વોટર સુએજ સાથે ન ભળે તે માટે રોક લગાડવામાં નથી આવી રહ્યું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers