Western Times News

Gujarati News

ચીન ચામાચીડિયાની ગુફાઓમાં તપાસથી કેમ ડરી રહ્યું છે?

નવી દિલ્હી, કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની તપાસ માટે ચીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશોને ફગાવતા ચામાચીડિયાની ગુફાઓ અને પ્રજનના ફાર્મોના નિરીક્ષણથી ઇન્કાર કરી દીધો છે. અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ડબલ્યુએચઓ વુહાનથી લગભગ ૬ કલાક દૂરી પર રહેલ ઇંશીમાં તપાસ કરવા માંગતું હતું જે કોરોના મહામારી માટે દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું હતું. China denies WHO access to bat caves in search for Wuhan Corona Virus origins.

ચીન સતત પોતાની સરહદોની અંદર કોવિડની ઉત્પતિને લઇને કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય તપાસ પડતાલનો વિરોધ કરતું રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પહેલા જ એ વાતની જાણ થઇ ગઈ હતી જાેકે ચીનમાં સદસ્યોની અવરજવર પર સખત પ્રતિબંધ હતો.

આખરે પોતાની તપાસના અંતમાં ટીમે એ વાત પર ભાર આપ્યો કે તેમને તેના પર વધારે તપાસ કરવાની જરૂર છે. ઓગસ્ટમાં અમેરિકી જાસુસી એજન્સીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડનને એ વાતની જાણકારી આપી હતી કે કોરોના વાયરસ કોઇ બાયોલોજિકલ હથિયાર નથી પણ એવી ઘણી સંભાવના છે કે તે પ્રાકૃતિક સંચરણ કે પછી લેબમાં લીકના માધ્યમથી ફેલાયો હોય.

જાેકે ચીને એવા બધા આરોપો ફગાવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડની ઉત્પતિ તેની ધરતી પર થઇ છે. વુહાનની આસપાસ એનિમલ ફાર્મ પર તે સમયે ધ્યાન ગયું જ્યારે ખબર પડી કે આ ફાર્મમાંથી જાનવરો વુહાનના વેટ માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે.

જ્યારે આવા જાનવરોના વેચાણ પર કાનૂની રીતે પ્રતિબંધ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વૈજ્ઞાનિક આસપાસના વન્યજીવ કૃષિ ક્ષેત્રોની પણ તપાસ કરવા માંગતા હતા, જે મહામારી પહેલા હજારો જંગલી જાનવરોના પ્રજનના માટે ઓળખાતા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જાનવર સંભવિત રૂપથી ચામાચીડિયાથી મનુષ્યોમાં વાયરસના પ્રચાર માટે વચ્ચેનો રસ્તો બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.