Western Times News

Gujarati News

BSFને વધારાની શક્તિ આપતા પંજાબના મુખ્યમંત્રીનો વિરોધ

ચંડીગઢ, દેશના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકાર ક્ષેત્ર વધારવાનો પંજાબની કોંગ્રેસ સરકાર અને શિરોમણી અકાલી દળે વિરોધ કર્યો છે. બંને પાર્ટીઓએ આ ર્નિણયને સંઘીય માળખા પર હુમલો ગણાવતા તેને પરત લેવાની માંગ કરી છે.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્‌વીટ કરી કહ્યુ- હું બીએસએફને આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં વધારાનો પાવર આપવાનો વિરોધ કરુ છું. આ દેશના સંઘીય માળખા પર સીધો હુમલો છું. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરુ છું કે તે આ ર્નિણયને તત્કાલ પરત લેવાની જાહેરાત કરે. તો શિરોમણી અકાલી દળના પ્રવક્તા અને પંજાબના પૂર્વ મંત્રી ડો. દલજીત સિંહ ચીમાએ પણ આ ર્નિણય પર વિરોધ વ્યક્ત કર્યો છે. ચીમાએ કહ્યુ કે આ ર્નિણય દ્વારા પંજાબમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનલ ઇમરજન્સી થોપી દેવામાં આવી છે.

મહત્વનું છે કે અત્યાર સુધી બોર્ડર સિક્યોરિટી ફોર્સને દેશની ઇન્ટરનેશનલ બોર્ડરવાળા વિસ્તારોમાં ૧૫ કિલોમીટર સુધી સર્ચ અને ધરપકડનો અધિકાર હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ હવે તે વર્તુળને વધારીને ૫૦ કિમી કરી દેવામાં આવ્યું છે, એટલે હવે દેશની આંતરરાષ્ટ્રીય સરહદથી ૫૦ કિમી અંદર સુધીના વિસ્તારમાં બીએસએફ સર્ચ, જપ્ત અને ધરપકડ કરી શકશે.

કેન્દ્ર સરકારે સીઆરપીસીPassport Act and Passport (Entry to India) Act હેઠળ બોર્ડર સિક્યોરિટી ફોર્ને આ કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે. કેન્દ્રના આ ર્નિણયથી બીએસએફને પશ્ચિમ બંગાળ, પંજાબ અને અસમમાં તસ્કરો અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં મદદ મળશે. આ ૩ રાજ્યો સિવાય જે સ્ટેટના બોર્ડર વિસ્તાર પર બીએસએફની તૈનાતી થશે, ત્યાં પર પણ તે આ અધિકારનો ઉપયોગ કરી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.