Western Times News

Gujarati News

માં અંબાની આરાધનાના ગરબા વચ્ચે ૧૦૮ અચાનક આવતાં લોકો ચોંકી ગયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં આ વર્ષે નવરાત્રીમાં પરંપરાગત શેરી ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રારંભિક દિવસોમાં વરસાદી વિઘ્ન વચ્ચે નિરાશ રહેલા ગરબા સાતમા નોરતે જાણે ખીલી ઉઠ્‌યા હતા શહેર અને જીલ્લામાં લોકો પોતાના સોસાયટી વિસ્તારમાં જ ગરબા રમી રહ્યા છે.ત્યારે ગરબાની સાથે લોકોને રહેવા માટે ૧૦૮ ભરૂચ દ્વારા એક સુંદર માર્ગદર્શક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ભરૂચની નારાયણ એરેના રેસીડેન્સીમાં રાત્રે દરમ્યાન ખેલૈયાઓ મન મૂકીને માં અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ માણતા હતા તે દરમ્યાન ૧૦૮ અચાનક ત્યાં આવી પહોંચતા એક સમયે લોકો પણ ચોંકી ગયા હતા કે સોસાયટીમાં શુ બન્યું કે એબુલન્સ આવી

પરંતુ આ ટીમ કોઈક દર્દીને લેવા નહીં પરંતુ મુશ્કેલ સમયમાં કોઈ દર્દીને તાત્કાલિક કઈ રીતે સારવાર આપવી તેના માર્ગદર્શન આપવા માટે આવી હતી.૧૦૮ ની ટીમ દ્વારા અકસ્માત થતા બનાવવામાં કઈ રીતે ૧૦૮ સેવા પહોંચતા પહેલા આજુબાજુના લોકો દર્દી ને કઈ રીતે સારવાર આપી શકે

અને દર્દીનું જીવ બચાવી શકે તે માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જાે કોઈ દર્દીને સોસાયટીમાં અથવા શેરીમાં તકલીફ ઊભી થાય તો કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની સંપૂર્ણ માહિતી ભરૂચ ૧૦૮ ની ટીમ દ્વારા લોકોને આપવામાં આવી હતી.
ગરબા ની સાથે ૧૦૮ ની સેવા અને દર્દીઓનો સારવાર માટેની માર્ગદર્શન આપનાર ૧૦૮ ના મુખ્ય અધિકારી અભિષેક ઠાકર અને તેમની ટીમે લોકોને સારવાર માટે માર્ગદર્શન સાથે ૧૦૮ ની ટીમ ૨૪ ટ ૭ લોકો ની મદદ કઈ રીતે કરે છે અને કોરોના મહામારી સાથે કુદરતી આફત અને અકસ્માતોમાં લોકોની મદદે પહોંચી છે તે કાર્યથી પણ વાકેફ કરાવ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.