Western Times News

Gujarati News

ગુના રોકવા RPF જવાનો બોડીવોર્ન કેમેરાથી સજજ

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવેએ સિકયોરીટી સીસ્ટમ હાઈટેક બનાવી-સીસીટીવી સર્વેલન્સથી ર૦૧૯માં ૧૧ર૮૩ની સામે ઓગષ્ટ-ર૧ સુધી ૧૧૬૮ ગુના નોંધાયા

અમદાવાદ, પશ્ચિમ રેલવેની સુરક્ષા સીસ્ટમ હાઈટેક બની રહી છે. ગુના અટકે તે માટે રેલવે પરીસરમાં સીસીટીવી બાદ આરપીએફ જવાનોને બોડીવોર્ન કેમેરાથી સજજ કરાઈ રહયા છે.

થોડા સમય પહેલા અમદાવાદ સહીત કેટલાક મોટા સ્ટેશનો પર ઝડપી પેટ્રોલીગ થઈ શકે તેમજ ભીડને નિયંત્રીત કરી શકાય તે માટે સેગવે લાવવામાં આવ્યા હતા. હવે રેલવે સુરક્ષા બળ આરપીએફના જવાનોને બોડીવોર્ન કેમેરાથી સજજ કરાઈ રહયા છે. આમ આરપીએફ હાઈટેક બનવાની સાથે ગુનામાં પણ ઘટાડો નોધાયો છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેમા વર્ષ ર૦૧૯માં ૧૧ર૮૩ ગુના નોધાયા હતા પરંતુ ર૦ર૦માં આ ગુનામા નોધપાત્ર ઘટાડો થતા ફકત ર૮૭પ જ ગુના નોધાયા હતા. જયારે ઓગષ્ટ-ર૦ર૧ સુધીમાં ૧૧૬૮ ગુના નોધાયા છે. પશ્ચિમ રેલવે સુરક્ષા બળ આરપીએફ દ્વારા પેસેન્જરોની સુરક્ષા માટે સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહયો છે.

જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજીન્સ આધારીત ઈન્ફ્રારેડ ઈટરૂડર એલાર્મ સીસ્ટમ, બોડીવોને કેમેરા સેગવે, ટોક બેક સીસ્ટમ વગેરે સામેલ છે. આ તમામ સીસ્ટમ રેલવે કંમ્પાઉન્ડમાં નજર રાખવાની સાથે કોઈ પણ ઘટના બનતા અટકાવવામાં મદદ કરે છે.

સીસીટીવી કેમેરા સર્વેલન્સ સીસ્ટમની મદદથી ર૦૧૯માં ૩૩ જેટલા ગુનાનો ભેદ ઉકેલી ૪૧ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી.

જયારે વર્ષ ર૦ર૦માં સીસીટીવીની મદદથી ર૧ ગુનાનો ભેદ ઉકેલી ર૧ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. જયારે આ વર્ષે ઓગષ્ટ સુધીમાં ૩૪ ગુનાનો ભેદ ઉકેલી ૩૮ જેટલી વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.