Western Times News

Gujarati News

ઢોરવાડામાં આટલી ગાયો માટે અમદાવાદ મ્યુનિ. કરી રહી છે મહિને ૩ર લાખ ખર્ચો

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં ગાયોનો ઉપદ્રવ હજુ યથાવત છે. શહેરના અનેક વિસ્તારમાં રસ્તો રઝળતી ગાયોને કારણે નાગરીકો પરેશાન છે. ત્યારે તે બાબતે યોગ્ય તાકીદના પગલાં લેવા માટે મ્યુનિ. પદાધિકારીઓની મંગળવારી બેઠકમાં યોગ્ય તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિ. એ. ચાલુ વર્ષે પ૪૦૦ ગાયો અત્યારે સુધીમાં પકડી છે. જે પૈકી માંડ પપ૦ જેટલા ગોપાલકો તેમની ગાયો છોડાવી ગયા છે. મ્યુનિ.ના ઢોરવાડામાં રહેલી ૧ર૦૦ જેટલી ગાયો પાછળ મ્યુનિ. ને રૂા.૩ર લાખનો પ્રતીમાસ ખર્ચ ભોગવવો પડે છે. ભાજપના તમામ ચેરમેન અને પ્રભારીની હાજરીમાં યોજાયેલી મંગળવારી બેઠકમાં શહેરમાં કેટલાક સળગતાં પ્રશ્નો બાબતે વિશદ ચર્ચા થઈ હતી.

શહેરના તમામ રોડ નિર્ધારીત સમયમાં રીસરફેસ કે તેના પેચવર્કની કામગીરી સત્વરે કરવાના મામલે ચર્ચા થઈ હતી. હજુ પણ અનેક વિસ્તારમાં ખાડા હોવાનું જાેવા મળે છે. ત્યારે રસ્તા પરના ખાડાની વિગતો મેળવીને હવે જલ્દીથી ખાડા પુરવાની કામગીરી કરવા નિર્દેશો આપવામાં આવ્યા હતા. એપ્રિલથી અત્યાર સુધીમાં ખાડા પુરવા પાછળ જ મ્યુનિ.એ. ૧.૧૧ લાખ મેટ્રીક ટન જેટલો હોટ મિકસનો વપરાશ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.