Western Times News

Gujarati News

લોકો કોરોનાને ભૂલી ગયા, રેસ્ટોરન્ટમાં જમવા માટે બે કલાકનું વેઈટીંગ

File

એરપોર્ટ પર એસટી બસ સ્ટેન્ડ જેવી ભીડ જાેવા મળે છે. તેની સરખામણીમાં એસ.ટી સ્ટેન્ડ ખુલ્લું અને ભીડભાડ વિનાનું-લોકો હવે વિરોધ કરવાનું ભૂલી ગયા હોય એમ લાગે છે

મોંઘવારી છે એમ સૌ સ્વીકારે છે પણ તેની કોઈ સીધી અસર રોજીંદા જન જીવન પર પડી હોય એમ લાગતું નથી. પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને વટાવી ગયા હોવા છતાં રોડ પર વાહનોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો. કહે છે કે ર૦ દિવસ પછી આવનાર દિવાળીમાં પેટ્રોલના ભાવ ૧૧૦ને વટાવી દેશે.

જાેકે ત્યારે પણ જનજીવન પર કોઈ અસર પડવાની નથી. અનુભવીઓ કહે છે કે ભૂતકાળમાં પેટ્રોલ અને રાંધણ ગેસના ભાવ વધારાનો જવાબ આપતાં સરકારો થોથવાઈ જતી હતી. ભાજપની સરકારની વાત અલગ છે કેમ કે તે ભાવ વધારાની સાથે વધુ મજબુત થતી જાય છે. ઉદાહરણ રૂપે મોંઘવારીના વાયરા વચ્ચે ભાજપે ગાંધીનગરમાં વિપક્ષો (કોંગ્રેસ એમ વાંચો)નો સફાયો કરી નાખ્યો હતો.

ભાવ વધારાની સીધી કે આડકતરી કોઈ અસર જાેવા નથી મળતી. ગયા અઠવાડિયાથી અમદાવાદ એરપોર્ટ પર એસટી બસ સ્ટેન્ડ જેવી ભીડ જાેવા મળે છે. મુકવા આવનારને તો બહારથી જ વિદાય કરાતા હોવા છતાં અંદર ભીડભાડ હોય છે. તેની સરખામણીમાં અમદાવાદ એસ.ટી સ્ટેન્ડ વધુ ખુલ્લું અને ભીડભાડ વિનાનું હતું. મોંઘવારીની અસર વિમાન પ્રવાસ પર દેખાવી જાેઈએ તેના બદલે રિવર્સ સ્થિતિ છે.

લોકો અમદાવાદ મુંબઈ બાય એર કે બાય રોડ જતા થઈ ગયા છે. એવીજ રીતે રાજકોટ કે શ્રીનાથજીના પ્રવાસનું છે. તાજેતરમાં ઓટો ક્ષેત્રે ઠેંરૂ ૭૦૦ની જાહેરાત થતાં જ પ૦૦ કારનું બુકિંગ પ્રથમ અડધો કલાકમાં થઈ ગયું હતું. તેની કિંમત માત્ર ર૦ લાખ રૂપિયા છે. એક કંપનીએ ગયા અઠવાડિયે નવી બુલેટનું યુટયુબ પર ઓપનીંગ કર્યું હતું.

વાચકોને જાણીને આશ્ચર્ય થયું હતું કે યુટયુબ પર આ બાઈકને એક કલાકમાં પ૦,૦૦ લોકોએ જાેઈ હતી. ટૂંકા સમયમાં પ્રોડકટને વિડીયોમાં જાેવાના કારણે કંપનીને યુટયુબે એવોર્ડ આપ્યો હતો.

ગયા અઠવાડિયે એક ટ્રાવેલ એન્જટે બાય એર હરદ્વાર જવાનો પ્રોગ્રામ પોતાના ગૃપમાં વોટ્‌સઅપ મારફતે જાહેર કર્યો હતો. એક કલાકમાં ૧૦૦૦ લોકોએ ઓન લાઈન પૈસા જમા કરાવી દીધા હતા આયોજકોએ કલપ્યું પણ નહોતું કે આટલો પોઝિટિવ રિસ્પોન્સ મળશે. આવા પૈસા ખર્ચનાર મધ્યમ વર્ગ છે તે પણ ધ્યાનમાં રાખવું જાેઈએ.

એક વાચકે કહ્યું હતું કે ગયા રવિવારે અમદાવાદની જશોદા ચોકડીથી રાસ્કા સુધીની હોટલો પર બે કલાકનું વેઈટીંગ હતું. આવી હોટલો મધ્યમવર્ગના લોકોમાં પ્રિય હોય છે. એક ફેમિલી ડિનર માટે જાય તો ઓછામાં ઓછું પ૦૦૦ રૂપિયાનું બિલ થાય છે. લોકો આટલંુ બિલ બે કલાક લાઈનમાં બેસીને હોંશે હોંશે ચુકવે છે અને આવતા રવિવ્રે કઈ હોટલમાં જઈશું તેની ચર્ચા કરીને છૂટા પડે છે.

મોંઘવારીની અસર પૈસાદાર પરિવારો પર નહિવત થાય છે. જેમની પાસે બે ત્રણ ગાડીઓ છે તે ક્યારેય પેટ્રોલના ભાવની ચર્ચા નથી કરતા. મધ્યમ વર્ગ પોતાની કારમાં વહેલી તકે સીએનજી કીટનો ઉપયોગ કરતા થઈ જાય છે. અહીં કેટલીક હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે,

કે દરેક ઘરમાં આવક કરનારાની સંખ્યા એક કરતાં વધુ છે તેમજ દરેક વધારાનું કોઈ કામ કરીને પોતાની માસિક આવકમાં વધારો કરવા પ્રયાસ કરે છે. વધતી મોંઘવારી જાેઈને વિપક્ષની આંખમાં ચમક આવે છે. તે માને છે કે મોંઘવારીના કારણે સત્તાધારી પક્ષને સાણસામાં લઈ શકાશે પરંતુ લોકો હવે વિરોધ કરવાનં ભૂલી ગયા હોય એમ લાગે છે, ભાવ વધારાનો ઉપયોગ સત્તાધારી પક્ષ સામે એક શસ્ત્ર તરીકે થતો હતો.

કોણ જાણે કેમ પણ લોકો વધુ સમજદાર થઈ ગયા છે. કોઈ એમ કહેતા થઈ ગયા છે કે વિશ્વમાં ક્રૂડનો ભાવ વધે એટલે પેટ્રોલના ભાવ વધે તે સ્વાભાવિક છે. દેશમાં એક વર્ગ એવો છે કે જે સતત મોંઘવારીની વાતો કર્યા કરે છે પરંતુ કમનસીબે તેમને સાંભળનાર કોઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.