Western Times News

Gujarati News

મિરજાપુર સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં શિક્ષિકાએ બાળકીને લાફા મારી ફોટા પાડતાં ફરીયાદ

બાર વર્ષીય બાળકીના ફોટા પાડી અન્ય વિદ્યાર્થીઓને બતાવી ધમકી આપી ઃ હોમવર્ક ન કરતાં શિક્ષિકાનું કૃત્ય

(પ્રતિનિધિ) અમદાવાદ : શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા હોમવર્ક ન કરવામાં આવતા શિક્ષકો દ્વારા શિક્ષા આપવામાં આવતી હોય છે જેના કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોચી હોય છે આવી ઘટનાથી ગભરાયેલા બાળકોના માનસ પર તેની ખરાબ અસર પડે છે આવી ઘટના બાદ વાલીઓએ શાળામાં હોબાળો કરવાની તથા પોલીસ ફરીયાદની ઘટનાઓ ભુતકાળમાં પણ સામે આવી છે. આ ઘટનાઓ બાદ ગઈકાલે શાહપુર વિસ્તારમાં વધુ એક ઘટના બહાર આવી છે જેમાં બાર વર્ષીય વિદ્યાર્થીની હોમવર્ક ન કરતા શિક્ષકે લાફા મારીને તેના ફોટા પાડી લીધા બદા વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓને પણ બતાવીને તેમની હાલત પણ આવી કરવાની ધમકીઓ આપતા સનસનાટી મચી છે.

ગુલનાઝબાનું મોહમદ અતીક સૈયદ (Gulnazbanu Mohammad Atik Saiyed) શાહપુર મીલ કંપાઉન્ડ (Shahpur Mill compound) શાહપુર (Shahpur, Ahmedabad) ખાતે પરીવાર સાથે રહે છે તેમની ત્રીજા નંબરની સૌથી નાની દિકરી ધો.૭ માં મિરજાપુર ખાતે સેન્ટ ઝેવીયર્સ (Saint Xavier Mirzapur, Ahmedabad) શાળામાં ભણે છે. ગતરોજ ત્રણેય દીકરીઓ શાળાએથી ઘરે આવી ત્યારે બાર વર્ષીય દિકરીના ગાલ સુજી ગયેલા અને તેને રડતી જાતા માતા ગુલનાઝબાનોએ તેની પુછપરછ કરી હતી

જેમાં બાળકીએ પોતે ત્રણ દિવસ સ્કુલે ન જતાં હોમવર્ક બાકી હતુ જેના કારણે ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા (Maths & Science teacher) સુનીતા મેકલીને તેને પ્રિન્સીપાલની ઓફીસ બહાર લઈ જઈ લાફા મારી દીધા હતા જેને કારણે બાળકી રડવા લાગી હતી આટલું ઓછુ હોય તેમ શિક્ષિકા તેને કલાસરૂમમાં લઈ જઈ બધા છોકરા સામે ઉભી રાખીને ફોટા પાડી તમામને બતાવીને ધમકીઓ આપી હતી. પુત્રીના બયાનથી ચોંકી ઉઠેલી માતાએ તુરંત શાહપુર પોલીસ સ્ટેશનમાં (Shahpur Police Station) મહિલા શિક્ષિકા સુનીતા મેકલીન (Sunita) વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.