Western Times News

Gujarati News

બ્રિટનની કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ અમીસની ચાકુ મારી હત્યા

લંડન, બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જાેનસનની કંઝર્વેટિવ પાર્ટીના એક સાંસદ ડેવિડ એમેસને ચર્ચમાં ચાકુ મારવામાં આવ્યો છે. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયેલા ૬૯ વર્ષીય સાંસદનું સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટના સમયે તેઓ પોતાના ચૂંટણી જિલ્લામાં મતદાતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે ડેવિડ એમેસસ પર અનેક ચાકુના ઘા કરવામાં આવ્યા. પોલીસે હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે.

ડેવિડ એમેસ પૂર્વી ઈંગ્લેન્ડના એસેક્સમાં સાઉથેન્ડ વેસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના કાર્યાલયે હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ આ ઘટનાની વધુ વિગત આપવામાં આવી નથી.

ઘટનાસ્થળ પર હાજર એક સ્થાનીક કોર્પોરેટર જાેન લેમ્બે જણાવ્યુ કે, તેમને અનેકવાર ચાકુ મારવામાં આવ્યો. ડેવિડ એમેસ પ્રથમવાર ૧૯૮૩માં બેસિલડનથી સાંસદ ચૂંટાયા હતા. ત્યારબાદ તે ૧૯૯૭માં સાઉથેન્ડ વેસ્ટથી ચૂંટણી માટે ઉભા રહ્યા. તેમની વેબસાઇટમાં તેમના મુખ્ય હિતોની યાદીમાં પશુ કલ્યાણ અને જીવન-સમર્થક મુદ્દા સામેલ છે. વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારરે કહ્યુ કે, ભયાનક અને ચોંકાવનારા સમાચાર. ડેવિડના પરિવાર અને તેમના કર્મચારીઓ વિશે વિચારી રહ્યો છું.

એસેક્સ પોલીસે કહ્યુ કે, અધિકારીઓને લી-ઓન-સીમાં શુક્રવારે બપોરે હુમલાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચાકુ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે કહ્યુ- અમને આ મામલામાં હવે કોઈને શોધી રહ્યા નથી અને અમારૂ માનવુ છે કે જનતા માટે ખતરાની કોઇ વાત નથી. આ વચ્ચે સ્કાઈ ન્યૂઝે કહ્યું કે, કંઝર્વેટિવ સાંસદ ડેવિડ પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ લી-ઓન-સી શહેર સ્થિત બેલફેયર્સ મેથડિસ્ક ચર્ચમાં પોતાના સહયોગીઓ સાથે બેઠક કરી રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.