Western Times News

Gujarati News

ઈંધણના ભાવ આસમાને છતાં, નવરાત્રિના અમદાવાદમાં કેટલા વાહનો વેચાયા, જાણો છો

પ્રતિકાત્મક

અમદાવાદ, નવરાત્રિના નવ દિવસોમાં વાહનોની ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી હતી. માત્ર આજે દશેરાના શુકનવંતા દિવસે જ અમદાવાદમાં ૫,૧૦૦ ટુ-વ્હીલર અને ૧,૯૦૦ કારનું વેચાણ થયું હતું. કોરોનાની અસરના કારણે ગત વર્ષે વેચાણ થયું નહોતું.

મોટાભાગનો સમય લોકડાઉન રહ્યું હોવાના કારણે શો-રૂમો પણ બંધ રહ્યાં હતા. કોરોનાની બીજી લહેર નબળી પડયા પછી માર્કેટમાં તેજીનો સંચાર થઈ રહ્યો છે. હવે જયારે માર્કેટ ખૂલ્યું છે ત્યારે ગ્રાહકોની ખરીદશકિત પણ વધી છે.

પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યાં હોવા છતાં ટુ વ્હીલર અને કારના વેચાણમાં ઘટાડો આવ્યો નથી. ખાસ કરીને એસયુવી કારનું વેચાણ વધારે થઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, બુકિંગ તો એક મહિના પહેલાથી થઇ ગયા હતા પરંતુ સપ્લાય ઓછી હોવાને કારણે વેચાણને અસર થઇ છે.

તેમ છતાં કાર વેચાણનું માર્કેટ ગત વર્ષ કરતા સારું રહ્યું હતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં કારનું વેચાણ ૩,૧૫૦ થયું હતું. જયારે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કુલ ૧૪,૦૦૦ કારનું વેચાણ થયું છે. ટુ વ્હીલરનું નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદમાં વેચાણ ૮,૫૦૦ અને ગુજરાતમાં ૩૯,૦૦૦નું વેચાણ થયું છે તેમ ફાડાના સૂત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.