Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો !

અમદાવાદ, એક બાજુ રાજ્યમાં કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને ઝ્રદ્ગય્ ગેસ તેમજ ખાદ્યતેલના ભાવથી તો જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ત્યાં તો વધુ એક બોજાે જનતા પર નાખવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના સતત ૧૩ દિવસથી વધતા જતા ભાવ વચ્ચે હવે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે ઇફકોએ ખાતરની બેગમાં ૨૬૫ રૂપિયાનો વધારો કર્યો છે.

મહત્વનું છે કે, એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, ઇફકો ખાતરમાં ભાવ વઘારો કરાયો છે. ઇફકો એનપીકે ૧૦/૨૬/૨૬નો નવો ભાવ ૧ હજાર ૪૪૦ થયો છે જે પહેલાં ૧ હજાર ૧૭૫ રૂપિયા હતો. તો વળી ઇફકો ૧૨/૩૨/૧૬નો નવો ભાવ ૧ હજાર ૪૫૦ રૂપિયા થયો છે.

આ ખાતરનો જૂનો ભાવ ૧ હજાર ૧૮૫ થયો છે. એક તરફ સરકાર ખાતરના ભાવમાં વધારો ન કરવાની વાતો કરે છે તો બીજી તરફ ઇફકો દ્વારા ખાતરના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જાે કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

જાે કે, આ મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ખાતરમાં કોઈ જ ભાવ વધારો નથી કરાયો. જેથી જાે ક્યાંય પણ ખાતર મોંઘુ મળે તો ખેડૂત સરકારનો સંપર્ક કરે. ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ સર્જાઇ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ‘કોઈ પણ જાતનો ભાવ વધારો નથી કરવામાં આવ્યો.’

દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ફર્ટિલાઇઝરમાં કોઈ જ ભાવ વધારો કરવામાં નથી આવ્યો. યુરિયા ખાતરનો ભાવ એનો એ જ રાખવામાં આવ્યો છે પરંતુ સબસિડી વધારવામાં આવી છે. ડીએપીમાં ૧૨૦૦ રૂપિયાની સબસિડી વધારીને ૧૬૦૦ કરી છે અને એમાં પણ કોઈ જ ભાવ વધારો નથી કરાયો.એનપીકેનો ભાવ ૧૭૦૦ ભાવ હતો તેને ઘટાડીને ૧૪૫૦ કરી દેવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.