Western Times News

Gujarati News

BSF લોકોના ઘરોમાં ઘૂસી હેરાનગતિ કરે એવો ડરઃ રંધાવા

ચંદિગઢ, બોર્ડરથી પચાસ કિલોમીટર અંદરના વિસ્તાર સુધી બીએસએફને કાર્યવાહી કરવાની સત્તા કેન્દ્ર સરકારે આપી છે. જેનો પંજાબ સરકાર દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુખજિન્દરસિંહ રંધાવાએ કહ્યુ હતુ કે, બીએસએફને માત્ર બોર્ડર પર જ રાખવી જાેઈએ અને બાકીના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પંજાબ પોલીસ પર છોડી દેવી જાેઈએ.

લોકોને ડર લાગી રહ્યો છે કે, બીએસએફના જવાનો ચેકિંગના નામે ઘરોમાં ઘૂસી જશે, ગામડાઓની ઘેરાબંધી કરશે અને લોકોને હેરાન કરશે. તેમણએ કહ્યુ હતુ કે, જાે બીએસએફ પચાસ કિલોમીટરમાં કાર્યવાહી કરવાના નામે પોતાના મથકો ઉભા કરશે અને લોકો સામે કેસ કરશે તો તે દેશની ફેડરલ સિસ્ટમને નબળો પાડવાનો પ્રયાસ હશે.

કેન્દ્ર સરકારના ર્નિણયથી પંજાબમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. જે ચલાવી નહીં લેવાય, પંજાબ પોલીસના હાથમાં રાજ્ય સુરક્ષિત છે. કેન્દ્ર સરકારે સીમા પારથી આવતા ડ્રગ્સ અને ડ્રોન પર ધ્યાન આપવાની જરૂર છે.

રંધાવાએ કહ્યુ હતુ કે, અત્યારે કેપ્ટન અમરિન્દરસિંહ કેન્દ્ર સરકારના ર્નિણયનુ સમર્થન કરી રહ્યા છે પણ તેમણે જ ૨૦૧૬માં બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે સાંઠ ગાંઠનો આરોપ લગાવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.