ભરૂચની વડદલા ITIના સુપરવાઈઝરના આપઘાત કેસમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ
મૃતકની બહેને દહેજની માંગણી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરમાં પ્રેમ લગ્ન કરનાર અને ભરૂચ વડદલા આઈ.ટી.આઈ માં AOCP ઈન્સ્ટ્રકટર પરિણીતા આપઘાત પ્રકરણ દુષ્પ્રેરણનો ગુનો જીઆઈડીસી પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે.ગત ૧ લી ઓક્ટોબરે અંકલેશ્વરના કોસમડી ગામે આવેલી અંબે વેલી રેસિડેન્સીમાં રહેતા
અને ગ્લેનમાર્ક કંપનીમાં કેમિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા અભિષેક સિંધની પત્ની શ્રદ્ધાએ રાત્રે પોતાના રૂમ સીલીંગ ફેન પર ઓઢણી વડે ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે પરિજનોએ રાત્રે જીઆઈડીસી પોલીસને જાણ કરતા મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. લગ્નના માત્ર ચાર માસના ટૂંકા ગાળા પરિણીતાએ આપઘાત કરી લેતા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈને તપાસ આરંભી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક શ્રદ્ધાબેન અને અભિષેકે ગાર તારીખ ૨૧-૦૫-૨૦૨૧ ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા.
ચાર મહિનાના ગાળામાં અચાનક શ્રદ્ધાએ આપઘાત કેમ કર્યો તે કારણ તપાસ પોલીસ દ્વારા તેના પતિ તેમજ સાસરી પક્ષની પૂછપરછ આરંભી હતી.આ દરમ્યાન મૃતક શ્રદ્ધાબેનની બહેન હિતાક્ષીબેન ઓઝા દ્વારા વલસાડ થી આવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં મૃતક ના પતિ અભિષેક્સીંગ પ્રદીપસિંગ અને તેની માતા સામે વારંવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મૃતક શ્રદ્ધાબેનને આત્મહત્યા કરવા મજબૂર કરી આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરી તેમજ દહેજની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.