Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સામે આવ્યા કોરોનાના ૧૩,૫૯૬ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૧૩,૫૯૬ નવા કેસ સામે આવ્યા છે કે જે ૨૩૦ દિવસમાં આવેલા સૌથી ઓછ કેસનો આંકડો છે જ્યારે ૧૬૬ લોકોના મોત થયા છે.

જ્યારે ૧૯,૫૮૨ લોકો હૉસ્પિટલથી રિકવર થઈને ઘરે પણ પાછા આવી ચૂક્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ ૧,૮૯,૬૯૪ છે. કુલ કેસનો આંકડો ૩,૪૦,૮૧,૩૧૫ થઈ ગયો છે. વળી, ૪,૫૧,૨૯૦ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ૩,૩૪,૩૯,૩૩૧ લોકો કોરોનાથી રિકવર પણ થયા છે.

દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો કાલ સુધી ૯૭,૭૯,૪૭,૭૮૩ સુધી પહોંચી ગયો છે. ભારતમાં કાલ સુધી કોવિડ માટે ૯,૮૯,૪૯૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદએ કહ્યુ છે કે કુલ ૫૯,૧૯,૨૪,૮૭૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૧૫ નવા કેસ હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ નવા કોવિડ કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં સક્રિય કેસ ૧૩૦૩ છે. વળી જાે મિઝોરમની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૪૯ નવા કેસ સામે આવ્યા અને ૩ લોકોના મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૧૫ નવા કેસ સામે આવ્યા છે અને ૨૯ મોત નોંધવામાં આવ્યા છે.

ત્રીજી લહેર આવતા પહેલા દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. અમુક વેક્સીનનુ બાળકો પર પણ ટ્રાયલ સફળ રહ્યુ પરંતુ ભારતમાં હજુ ૧૮ વર્ષથી ઓછી આયુવર્ગને રસી મૂકવામાં નથી આવી રહી. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલે કહ્યુ છે કે દેશમાં ૧૮ વયજૂથના લોકોની વેક્સીન પર ર્નિણય સરકાર વૈજ્ઞાનિકોની સલાહ અને રસીની ઉપલબ્ધતા પર લેશે.

આ દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે અને જલ્દી તેના પર ર્નિણય લેવામાં આવશે. સૌએ સાવચેત રહેવાની જરુર વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે હાલમાં સ્થિતિ થોડી સચવાયેલી છે પરંતુ સહુના મગજમાં એ વાત મુખ્ય રીતે હોવી જાેઈએ કે કોરોના વાયરસ ખતમ થયો નથી અને સહુએ સાવચેત રહેવાની જરૂર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.