Western Times News

Gujarati News

કોરોનાની રસીના બે ડોઝ લેનારાને અપાશે બૂસ્ટર ડોઝ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનીની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી દીધી છે. કોરોનાની રસીના બંને ડોઝ લેનારા નાગરિકોને દિવાળી પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટેની તૈયારી પણ શરૂ કરી દેવાઈ છે. જાેકે, રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરે તે પછી જ લોકોને રસી આપવામાં આવશે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી અમદાવાદમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઈ હતી. કોરોના વેક્સિનના બે ડોઝ પૂર્ણ થઈ ગયા હોય તેવા નાગરિકોને ત્રીજાે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટીઝનને પ્રાથમિકતા આપવામાં આવશે. દિવાળી પછી બાળકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થશે અને આ સાથે જ બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂ કરાશે.

૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાનું રસીકરણ શરૂ થયું હતું. કોર્પોરેશને પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપી હતી. ત્યારબાદ ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ કરાયું હતું. તે પછી ૪૪ વર્ષથી વધુની વયના નાગરિકો અને છેલ્લે ૧૮થી૪૪ના વયજૂથના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જાેકે, શરૂઆતના તબક્કામાં કોરોના વેક્સીનની તંગી હોવાથી બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૮૪ દિવસ કરાયો હતો. બે ડોઝ વચ્ચેનું અંતર વધારતાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાની ગતિ વધી હતી.

૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ શહેરમાં રસીના ૭૦,૧૪,૨૭૪ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૪૬,૦૯,૪૨૨ નાગરિકોને પ્રથમ ડોઝ અપાયો છે જ્યારે ૨૪,૦૪,૮૫૨ નાગરિકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. આમ, અમદાવાદ શહેરની ટાર્ગેટેડ પોપ્યુલેશનમાંથી ૫૨ ટકા લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે.

જ્યારે ફર્સ્‌ટ ડોઝની સામે બીજાે ડોઝ લેનારા ૫૨.૭ ટકા લોકો છે. ૦.૧૭ ટકા નાગરિકો ટાર્ગેટેડ પોપ્યુલેશનના લિસ્ટમાં ના હોવા છતાં તેમને રસીના બંને ડોઝ અપાયા છે. હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૮૪ દિવસનો ગાળો પૂરો થઈ ગયો હોવા છતાં બીજાે ડોઝ ન લેવા આવ્યા હોય તેવા નાગરિકોની સંખ્યા બે લાખની આસપાસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.