Western Times News

Gujarati News

૯૪ લાખના ખર્ચે બનનારા રધવાણજ-સંઘાણા માર્ગનું ખાતમુહૂર્ત થયું

(પ્રતિનિધિ)નડિયાદ, માતર તાલુકાના રધવાણજ ગામે રૂ.૯૪લાખના ખર્ચે બનનારા રધવાણજ ગામથી સંઘાણા ગામ તરફના રસ્તાનું આજે કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતતમુહૂર્ત કરાયું હતું.
આ ઉપરાંત કુલ રૂ.૫૬.૧૬ લાખના ખર્ચે તૈયાર થયેલી નવીન પાણીની ટાંકી અને પાણીની પાઇપલાઇન તથા ગ્રામ પંચાયતનું મકાન,સોનારપુરા પ્રા.શાળાના મકાનનું લોકાર્પણ પણ કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે કર્યું હતું.
આ પ્રસંગે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી,ગામના સરપંચ દિપકકુમાર ઠાકોર,ઉપ સરપંચ હસમુખભાઈ ઠાકોર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.