Western Times News

Gujarati News

શાહરૂખે આર્થર રોડ જેલમાં આર્યન સાથે કરી મુલાકાત

મુંબઈ, ગુરુવારે સવારે દીકરાને મળવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. શાહરૂખ ખાનનો દીકરો આર્યન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે.  શાહરૂખ ખાને દીકરા સાથે બસ થોડીક મિનિટોની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી રવાના થઈ ગયો હતો.

શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો હતો ત્યારે મીડિયાએ તેને ઘેરી લીધો હતો. મહામુશ્કેલીએ શાહરૂખના બોડીગાર્ડે તેને ગાડી સુધી  પહોંચાડ્યો હતો. આર્યન ખાન અને શાહરૂખ ખાનની મુલાકાત ૧૫ મિનિટની હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, વાતચીત દરમિયાન બંને વચ્ચે કાચની દિવાલ હતી. આર્યન અને શાહરૂખે ઈન્ટરકોમ દ્વારા એકબીજા સાથે વાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જેલના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કેદીઓને પરિવાર સાથે આમને સામને મુલાકાત કરવાની પરવાનગી નહોતી. પરંતુ આ પ્રતિબંધ બુધવારે હટાવી દેવાયો હતો.

ત્યારે મુલાકાત દૂર થતાં જ શાહરૂખે એક દિવસ પણ ગુમાવ્યા વિના દીકરાની મુલાકાત લીધી હતી. આર્યનની જેમ અન્ય કેદીઓના પરિવારજનો પણ હવે મુલાકાત માટે જેલ જઈ શકે છે.

બુધવારે સ્પેશિયલ  એનડીપીએસ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી હતી અને હવે તેણે જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આર્યન ખાનના વકીલોએ નીચલી અદાલતના ચુકાદાને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી છે.

આર્યન ખાનની અરજીની સુનાવણી બોમ્બે હાઈકોર્ટની સિંગલ જસ્ટિસ બેન્ચ સામે થશે. જસ્ટિસ એન. ડબલ્યૂ સામ્બ્રે સમક્ષ કેસની સુનાવણી થવાની છે.

દરમિયાન બુધવારે બપોરે NDPS  કોર્ટના જજ વી.વી. પાટિલે આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટની જામીન અરજી ફગાવી હતી. બાદમાં કોર્ટ તરફથી ઓર્ડરની કોપી બહાર આવી તેમાં જામીન અરજી કેમ ફગાવી તેની વિગતવાર જાણકારી આપાવમાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.