Western Times News

Gujarati News

ગુજરાતના સોની બજારોમાં હાલ ભયંકર મંદીનો માહોલ

અમદાવાદ, કોરોના મહામારી અને મોંઘવારીના કારણે હાલ અમદાવાદના સોની બજારમાં જાેરદાર મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતા સોની બજારમાં સન્નાટો છવાયેલો રહે છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી ટાણે રાજ્યના દરેક સોની બજારમાં વેપારીઓને નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે.

વેપારીઓ આ વિશે જણાવી રહ્યા છે કે આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. રાજ્યભરના સોના અને ચાંદીના વેપારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં પહેલીવાર આવી મંદી જાેવા મળી રહી છે. ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ સોનાની લગડી અને ચાંદીની ખરીદી કરવાનુ વધારે પસંદ કરે છે. પરંતુ આ વખતે તેવું કોઈ વાતાવરણ જાેવા મળી રહ્યું નથી.

વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકો સોનાના ભાવ ઉતરવાની જાેઈ રહ્યા છે. ત્યારે વેપારીઓને આશા છે કે દિવાળી પહેલા ધનતેરસ અને પુષ્યનક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે આશાનું કિરણ દેખાઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, આજે સોના અને ચાંદીના ભાવ વિશે જણાવીએ તો સોનાની ૧૦ ગ્રામની લગડીનો ભાવ ૪૯૧૦૦ જ્યારે સોનાના ૧૦ ગ્રામના દાગીનો ભાવ ૪૭૯૦૦ છે. ચાંદીની લગડીનો ભાવ રૂપિયા ૬૬૦૦૦ છે, જ્યારે ચાંદીના દાગીનાનો ભાવ ૬૨૦૦૦ છે.

સોના ચાંદી બજારોમાં દિવાળીના તહેવારો અને ખાસ કરીને ધનતરેશના દિવસે શુભ મુહૂર્તમાં સોનું ખરીદવાનું એક અવસર હોય છે. પરંતુ સોના ચાંદીના વેપારીઓને મંદીના કારણે તેમના ચહેરા પરથી રોનક ઉડી ગઈ છે. નોંધનીય છે કે હજુ તહેવારો શરૂ થવામાં ૧૦ દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે વેપારીઓ આશા લગાવીને બેઠા છે કે અમદાવાદ સહિત રાજ્યભરની સોના ચાંદીના બજારોમાં મુહૂર્તમાં લોકો સોના અને ચાંદીની ખરીદી કરશે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીને ખુબ જ શુકનવંતી માનવામાં આવે છે. જાેકે ગત વર્ષ કરતા ઘરાકીમાં કેટલો વધારો કે ઘટાડો થશે તે તો આવનારો સમય જ દેખાડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.