Western Times News

Gujarati News

ભારત WHOને વેક્સિનેશન પ્રોગ્રામ માટે રસી નહીં આપે

નવીદિલ્હી, ભારત બાયોટેકની કોવેક્સિનને ડબલ્યુએચઓ દ્વારા ઇમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવાની પ્રક્રિયામાં ખુબ વિલંબ થઇ રહ્યો છે ત્યારે હવે ભારત સરકારે હવે કોવાક્સ પ્રોગ્રામ માટે વિશ્વ આરોગ્ય સંગઠનને રસી પહોંચાડવાની બાબત લંબાવી દીધી છે. મળતી માહિતી મુજબ ડબલ્યુએચઓ ડોમેસ્ટીક રીતે વિકસિત વેક્સિનને મંજુરી આપવામાં વિલંબ કરી રહી છે. જાે કે, ડબલ્યુએચઓનાં વેક્સિનેશન પ્રોગ્રામમાં રસીનો પુરવઠો મોકલવામાં વિલંબ કરીને ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે.

એક અહેવાલ મુજબ ડબલ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. સોમ્યા સ્વામીનાથને રવિવારે ટવીટર પર જાણ કરી હતી કે કોવેક્સિનને ઇયુએને સોંપવામાં આવેલ ટેકનીકલ સલાહકાર સમુહે તેની બેઠકમાં વિલંબ કર્યો અને હવે તેનું ભવિષ્ય નક્કી કરવા માટે આવતાં અઠવાડિયે ફરીવાર બેઠક મળશે.

મહત્વનું છે કે ડબલ્યુએચઓનાં નિષ્ણાંતોની ટીમે આ મહિનાની શરુઆતમાં કોવેક્સિનને મંજુરી આપવાનાં અંતિમ ર્નિણય માટે બેઠક કરવાની હતી. જાે કે, છેલ્લા કેટલાક મહિાઓથી જેમ આ વખતે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ અસ્પષ્ટ વલણ સાથે બેઠક લંબાવી દીધી હતી. કોવેકિસનની મંજૂરી બાબતે ડબલ્યુએચઓને રસીની સલામતી અને અસરકારકતા અંગે વધારાની માહિતી આપવા છતાં કોઇ ચોક્કસ ર્નિણય લેવામાં આવતો નથી.

ડબલ્યુએચઓએ દાવો કરતાં કહ્યું હતું કે, ડોમેસ્ટીક રુપે વિકસિત રસીને મંજૂરી આપવા માટે કોઇ બાબતોની અવગણના ન કરી શકાય તો બીજી તરફ એ જ વિશ્વ આરોગ્ય સંગઠને રેકોર્ડબ્રેક ૧૦ જ દિવસમાં ચીનની સિનોફાર્મ રસીને ઇમરજન્સી યુઝ માટેની મંજુરી આપી દીધી હતી.

સિનોફાર્મની રસીને મંજૂરી આપવાનો ર્નિણય ડબલ્યુએચઓના ટેકનીકલ સલાહકાર સમુહે લીધો હતો. જેની બેઠક ૨૬ એપ્રિલે મળી હતી જેમાં વેક્સિનનાં ડેટાની સમીક્ષા બાદ ૭ મેનાં રોજ તો સિનોફાર્મને મંજુરીની મહોર પણ લાગી ગઇ હતી. ત્યારે તેની સરખામણીએ કોવેક્સિનની મંજૂરી પ્રક્રિયામાં વિલંબ કેમ ? તે પ્રશ્ર્‌ન તમામને મૂંઝવી રહ્યો છે.

મહત્વનું છે કે ભારતે જરુરિયાતવાળા ગરીબ દેશોની વેક્સિનની જરુરિયાતને પૂર્ણ કરવા માટે મૈત્રી પહેલ અંતર્ગત અનેક દેશોને રસીનો પુરવઠો પહોંચાડ્યો છે.તેમ છતાં વિશ્વ આરોગ્ય સંગઠન ભારત સાથે ભેદભાવ કરવાની વાત પર કાયમ રહ્યું છે તે ચોંકાવનારી બાબત ગણી શકાય. બીજી તરફ એમઆરએનએ રસી ફાઇઝર-મોડર્નાની કિંમત ખુબ વધુ છે જે ગરીબ, અવિકસીત દેશોને પરવડે તેમ નથી.

જ્યારે કોવેક્સિન પ્રમાણમાં સસ્તી છે તેમજ તેને સંચાલિત કરવાનાં વધુ લોજિસ્ટીક ઉપકરણની જરુર નથી. મોડર્નાની કિંમત આશરે ૩૨ થી ૩૭ ડોલર છે જ્યારે કોવેક્સિનની ૩ થી ૫ ડોલર તેમજ તેને સાચવવા પણ વધુ ખાસ વ્યવસ્થાની જરુર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.