Western Times News

Gujarati News

દિવાળી પહેલાં રાજકોટમાંથી પકડાયો ૨૭ લાખનો નકલી ઘીનો જથ્થો

પ્રતિકાત્મક

રાજકોટ, રાજાેકટના ગોંડલમાં ૧૨ હજાર ૭૩૮ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટ નજીક ખેતરમાં બનાવેલ ગોડાઉનમાંથી ૨૭.૪૩ લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં બનાવેલ ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા હરસુખ પરમાર નામના વ્યક્તિએ શગુન કાઉ ઘીના નામે શંકાસ્પદ ઘી બનાવી રાખ્યું હતું.

હાલ તો પોલીસે શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂનાની તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ તહેવારો પહેલાં જ ભેળસેળિયા સક્રિય થયા છે. થોડા દિવસ પહેલાં પણ ગોંડલમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.

ત્યારે ઘી ખાત પહેલાં ચેતવાની જરૂર છે. ગોંડલમાં થોડા સમય પહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયાની ઘટના બાદ હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે રૂા.૨૭.૪૩ લાખની કિંમતનો ૧૨,૭૩૮ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કર્યો છે. જેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું ધૂમ વેચાણ થતું હોય છે. જેથી જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ ખાતે રહેતા અને હાઇ-વે નજીક માલધારી હોટલ પાસે વાડી ધરાવતા ભવાનભાઈ વિરજીભાઈ ગજેરા નામના ખેડૂતની વાડીના ગોડાઉનમાં આ નકલી ઘી મળ્યું છે. ભોજરાજપરા કુંભારવાડામાં રહેતો હરસુખભાઈ વાઘજીભાઈ પરમાર દ્વારા શગુન કાઉ ઘી નામે ઘી બનાવતો હોવાની પી.એસ.આઇ. બી.એલ.ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે રૂપિયા ૨૭.૪૩ લાખની કિંમતનો ૧૨,૭૩૮ લીટર શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.